આ વ્યક્તિએ પક્ષીઓ તરસ્યા ના મરે, તેથી 6 લાખના પાણીના કુંડાનું વિતરણ કરી ચૂક્યા છે.

0
130

કક્રિટ ના જંગલોએ પક્ષીઓનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. આજના યુગમાં પાણીનું સ્તર ઘટવું એ એક મોટી સમસ્યા છે. ગરમી આવતા જ પાણીના સ્ત્રોતો (તડાવ , નહેર વગેરે) સૂકાઈ જાય છે. આવામાં પોતાની તરસ મટાડવા માટે પક્ષીઓ નાળા વગેરે માથી પાણી પીવે છે. આ પરિસ્થિતિથી પક્ષીઓને દૂર કરવા અને તેમને સ્વચ્છ પાણી પૂરું પાડવા માંટે એક વ્યક્તિ એ વચન લીધું છે. કેરળના એર્નાકુલમ જિલ્લામાં Muppathadam ગામમાં રહેવાવાળા શ્રીમાન નારાયણન આના માટે 6 લાખ રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે.

70 વર્ષીય શ્રીમાન નારાયણન એક ઍવોર્ડ વિજેતા લેખક અને લોટરી ડીલર છે. હવે તેઓ પોતાની જિંદગી નો મોટા ભાગનો સમય કુદરતની સુરક્ષામાં પસાર કરે છે. આ માટે તેઓ ઉનાળાની શરૂઆત થતાજ લોકોની વચ્ચે માટીના વાસણોને મફતમાં વહેંચવાનું શરૂ કરે છે, જેથી આકરા તડકામાં પણ પક્ષીઓને પાણી મેળી શકે.જી હા, નારાયણ અત્યાર સુધી પક્ષીઓની તરસ છીપાવા માટે 6 લાખના રુપિયા ની કિમત ના 10 હજાર માટીના વાસણો વહેંચી ચૂક્યા છે. તેઓ એ ગયા વર્ષે એર્નાકુલમ જીલ્લામાં લગભગ 15 લાખ રૂપિયાની કીમત ના 50 હજાર છોડનું મફત વિતરિત કર્યું હતુ. એટલું જ નહીં, તેમણે પોતાના ગામમાં લગભગ 10,000 જેટલા વૃક્ષો પણ રોપી ચૂક્યા છે. તેઓ ગ્રામજનોને એમ પણ કહે છે કે દરેક વ્યક્તિએ તેના ઘરની સામે એક ફળનું વૃક્ષ રોપવું જોઈએ જેથી પક્ષી તેનું ફળ ખાઇ શકે.આ મુદા પર નારાયણન કહે છે કે ઉનાળાની મોસમમાં પક્ષીઓ માટે પાણીનો સૌથી મહત્વપૂર્ણ ઉપાય આપણે માણસો છીએ. તે મૂંગા પક્ષી આપણી પાસે માંગી પાણી પી સકતા નથી. આવી પરિસ્થિતિઓમાં આપણે પોતેજ પહેલ કરવી પડશે. જો આપણે એક વાસણમાં પાણી રાખીએ, તો લગભગ 100 થી વધુ પક્ષીઓ તેમની તરસ છીપાવી શકે છે નારાયણે વર્ષ 2018 માં An Earthen Pot For Life Saving Water નામના પ્રોજેકટ ની શરૂવાત કરી હતી. આ પ્રોજેકટ પછી તરતજ લગભગ 9,000 માટી ના વાસણ સોસાઈટી,ક્લબ અને શૈક્ષણિક સંસ્થાઑ ને બાટી ચૂક્યા હતા.

મલયાલમ અને અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટ નારાયણનને વર્ષ 2016 માં રાજ્ય સરકાર તેમની કવિતા “કુટ્ટીકાલુડે ગુરુદેવ” માટે સન્માનીત કરી ચૂક્યા હતા. એટલું જ નહીં, તેમણે કેરળની પેરીયાર નદી માં ફેલાયેલા પ્રદૂષણને લઈને ઘણી પુસ્તકો પણ લખી છે. આ ઉપરાંત, તેમને પર્યાવરણની રક્ષા ના પ્રયાસો માટે તાજેતરમાં SK Pottekkatt પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. શ્રી નારાયણ ના આ ઉમદા કામો માં તમે પણ ફાળો આપી શકો છો. કોઈપણ વાસણ થી તમારી છત, બાલ્કની અથવા અન્ય સ્થળ પર પક્ષી ઑ માટે પાણી મુકવુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here