મળો જેસિકા ને જે પગથી ચલાવે છે પ્લેન ,કરાટે માં છે બ્લેક બેલ્ટ ચેમ્પિયન

0
144

અમેરિકા ની જેસિકા ર્કાક્સ એવા લોકો માટે મિસાલ છે, જે જિંદગી થી હારી જાય છે. વાસ્તવમાં, જેસિકા વિશ્વની પ્રથમ બ્લેક બ્લેટ અને એકમાત્ર આર્મલેસ પાઇલોટ છે, જે તેના પગ થી વિમાન ઉડાવે છે. જેના માટે તેનું નામ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધાયું છે. જેસિકા પોતાના બધાજ કામ પગની મદદથી કરે છે. ચાલો જાણીએ તેમના વિશે.

Never let fear stand in the way of any opportunity!

Posted by Jessica Cox on Saturday, February 7, 2015

જેસિકાનો જન્મ વર્ષ 1983 માં અમેરિકાના એરિઝોના માં હાથ વગર જ થયો હતો. શરૂઆતમાં તેઓએ prosthetic (નકલી હાથ) નો ઉપયોગ કર્યો. પરંતુ 14 વર્ષની ઉંમર પછી તેમણે તેમના થી અંતર બનાવી લીધૂ અને તેમના પગ થી બધા કામ કરવાનું શરૂ કર્યું. જેસિકા 22 વર્ષની ઉમરે પ્લેન ઉડાડવાનું શીખ્યા અને ફક્ત 3 વર્ષમાં લાઇસન્સ મેળવ્યું.

Posted by Jessica Cox on Monday, May 27, 2013

તમને વિશ્વાસ નહીં થાય,પરંતુ જેસિકા પોતાના પગ નો ઉપયોગ હાથો ની જેમ જ કરે છે. તેઓ પગની મદદથી કાર ચલાવે છે, ગેસ ભરે છે, આંખોમાં લેન્સ લાગાવે છે, સ્કુબા ડ્રાઇવીંગ કરે છે અને પગથી કીબોર્ડ પર ટાઇપિંગ પણ કરે છે. તેમની ટાઇપિંગ ઝડપ 25 શબ્દ પ્રતિ મિનિટ છે. અર્થાત્, આપણે જે કંઈ કામ હાથોથી કરીએ છીએ તે જેસિકા પગ થી કરે છે.

There was a zombie outbreak at Taekwondo today. Zombies 0 – Jessica 1

Posted by Jessica Cox on Friday, February 15, 2013

34 વર્ષીની જેસિકા સર્ફિંગ, સ્ક્યુબા ડાઇવિંગ, ઘોડેસવારી અને પ્લેન ઉડાવવાની શોખીન છે. કીબોર્ડ ઉપરાંત તે પગ માં પેન લઈ ને લખે છે. આ જ નહીં, તેઓ પોતેજ પોતાના બુટ ના લેસ બાંધે છે. જી હા, જેસિકા મેરીડ છે. જ્યારે તેમના લગ્ન થયા હતા, ત્યારે તેના પતિ પેટ્રિક ચેમ્બરલેને તેના પગમાં જ રિંગ પહેરાવી હતી. આ સિવાય, જેસિકા એક પ્રેરણાત્મક સ્પીકર છે, જે પોતાનો સંદેશો લોકો સુધી પહોંચાડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here