12 વર્ષની બાળકીએ પોતાની કમાણી થી ખરીદી BMW, આવી રીતે કરે છે કમાણી

0
200

જે યુગમાં બાળકો મમી-પપ્પા પાસે મોબાઇલ, રમકડાં અને વિડિઓ ગેમ્સ લેવાની ઝીદ કરે છે. તે જ ઉમરમાં થાઇલેન્ડની એક બાળકીએ પોતાની કમાણીથી એક ગાડી ખરીદી લીધી છે. જી હા, 12 વર્ષની Natthanan (નેથેનન)એ પોતાને જ BMW Sedan ગિફ્ટ કરી, તે પણ તેમના 12 માં જન્મદિવસ પર. તમે તમારી પ્રથમ કાર કયારે ખરીદી હતી.

નેથેનન એક જાણીતી મેકઅપની આર્ટિસ્ટ છે, જે થાઇલેન્ડની ચેટાંબૂરી માં રહે છે. તે ‘લંડન ફેશન વીક – 2018’ માં પણ ભાગ લઈ ચૂકી છે. અહેવાલ અનુસાર, નેથેનન ‘લન્ડન ફેશન વીક’ માં મેકઅપ કરવાવાળી સૌથી ઓછી ઉંમરની મેકઅપ આર્ટિસ્ટ છે.

નેથેનન 9 એપ્રિલના દિવસે તેના ફેસબુક પેજ પર કાર લેવાની વાત શેર કરી છે. તેને લખ્યું કે મને જન્મદિવસ મુબારક હો. આજે હું 12 વર્ષની થઈ ગઈ છું. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર. મારી તરફથી તમને બધાઇ. જણાવી દઈએ કે નેથેનનને ફેસબુક પર 9 લાખથી વધુ લોકો ફોલ્લો કરે છે.

สวัสดีค่า วันนี้น้องแพรพาเพลินมา Makeover เบอะ ในลุค "สวยใสสไตล์เกาหลี" ไปดูกันเลยจ้า #ละครบุษบาเปื้อนฝุ่น #=ช่อง8 #ใครๆก็ดูช่อง8 #makeover #น้องแพรพาเพลินa

Posted by น้องแพรพาเพลิน on Thursday, April 4, 2019

અહેવાલ અનુસાર, નેથેનન એ યુટ્યુબની મદદથી મેકઅપ કરતાં શીખી છે. જો કે, જ્યારે તે 7 વર્ષની હતી, ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર પોતાની મેપઅપ ટૂટૉરિયલ્સ મૂકવાનું શરૂ કરી દીધૂ હતું, જેના પછી લોકો તેને પસંદ કરવા લાગ્યા. અને તે જાણીતી થઈ ગઈ. તેમણે પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ બનવા માટે તેઓ પ્રોફેશનલ મેકઅપના કોર્સ પણ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here