આ ઘટનાએ મારુતિ નંદનને આપ્યું હનુમાનનું નામ, જાણો રસપ્રદ કિસ્સો

0
181

સંકટમોચન કહેવાતા ભગવાન હનુમાનજીની જન્મ જયંતિ શુક્રવાર 19 એપ્રિલ ના રોજ ઉજવવામાં આવશે. બતાવીએ કે ચૈત્ર મહિના ની પૂર્ણિમા હનુમાનજીના જન્મદિવસ તરીકે ઉજવવા આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કોઈ નવું કાર્ય શરૂ કરવું એ ખૂબ જ શુભ માનવમાં આવે છે. આ ખાસ પ્રસંગે, ચાલો જાણીએ કે કેશરી નંદન મારુતિનું નામ હનુમાનજી કેવી રીતે પાડવામાં આવ્યું.કેસરી નંદન મારુતિ આવી રીતે બન્યા ભગવાન હનુમાનજી: હિન્દુ ધર્મ અનુસાર આ ઘટના હનુમાનજીના બાળપણની છે. એક દિવસ જ્યારે મારુતિ તેમની ઊંઘમાંથી જાગ્યાં ત્યારે તેને ખૂબ જોરથી ભૂખ લાગી. તેને ખાવા માટે આસપાસ જોયુ. ત્યારે તેઓએ એક વૃક્ષ પર લાલ પાકેલુ ફળ જોયું. તેમની ભૂખને મટાડવા માટે મારુતિ તે ફળ ખાવા માટે બહાર નિકળયા. હકીકતમાં મારુતિ ને વૃક્ષ ઉપર જે લાલ ફળ લાગતું હતું તે બીજું કોઈ નઇ પણ સ્વયંમ સૂર્યદેવતા હતા. આ બનાવ બન્યો તે દિવસ ચંદ્રમાંનો હતો અને રાહુ સૂર્યને ગ્રહણ લગાવાનો હતો. પરંતુ તે એવું કરી શકે તે પહેલાં જ હનુમાનજી સૂર્યને ગળી ગયા. ત્યાર પછી રાહુએ આ વિષય પર ઇન્દ્રદેવ પાસેથી મદદ માંગી.ઇંદ્રદેવએ ઘણી વાર વિનતિ કરી પણ હનુમાનજી બાલ હટ માં સૂર્યદેવ ને મુક્ત ના કર્યા ત્યારે ગુસ્સે થયેલા ઇન્દ્ર એ તેના વજ્ર થી પ્રહાર કરી દીધો. જેનાથી સૂર્યદેવ તો મુક્ત થઈ ગયા પરંતુ તેના પ્રહાર થી મારુતિ ઘાયલ થઈને આકાશ માથી ધરતી ઉપર આવીને પડ્યા. ત્યાર બાદ પવનદેવ આ ઘટના થી ગુસ્સે થઈ ને મારુતિ ને એક ગુફા માં લઈ ગયા અને અંતરધ્યાન થઈ ગયા.જેના કારણે પૃથ્વી પર ના જીવોમાં ભાગદોડ મચી ગઈ.આ વિનાશ ને રોકવા માટે બધા દેવો પવનદેવ ને આગ્રહ કર્યો કે તેઓ ગુસ્સો છોડી દે અને પૃથ્વી પર ઓક્સિજન વાયુ છોડી આપે. જે પછી બધા દેવતાઓ મારુતિ ને વરદાન માં ઘણી દિવ્ય શક્તિની ભેટ આપે છે અને સાથે સાથે વરદાન આપ્યુ કે મારુતીને તેના ભક્તો હનુમાન નામ થી પૂજશે. આ દિવસ પછી મારુતિ નું નામે હનુમાન પડી ગયું. આ સમગ્ર ઘટનાની સુંદર વ્યાખ્યા તુલસીદાસની હનુમાન ચાલીસામાં કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here