યુ.પી.પોલીસના લેડી કોન્સ્ટબલે વૃદ્ધાને જમાડી રજૂ કરી માણસાઈ ની અનોખી મિસાલ

0
81

ઉત્તર પ્રદેશ ની પોલીસ સહિતના સોશિયલ મીડિયાના લોકો મહિલા પોલીસ કોન્સ્ટેબલ ની માનવતાને સલામ કરી રહ્યા છે. મહિલા કોન્સ્ટેબલનું નામ માનવી સિંહ છે, જે ઉત્તર પ્રદેશના જિલ્લા સંત કબીર નગરના ઘનઘટા પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે. તાજેતરમાં, જ્યારે તેમણે એક વૃદ્ધ મહિલાને ગરમીમાં પરેશાન થતાં જોયા ત્યારે તેમણે વૃદ્ધ મહિલા સાથે વાત કરી ત્યારે ખબર પડી કે તેમને ખુબજ ભૂખ લાગી છે, પરંતુ તેમની પાસે પૈસા નથી. ત્યાર પછી માનવી બધૂ જ છોડી તેમને જમાડયા. ત્યાર પછી માનવીએ એ તમને તેના ઘર સુધી પહોંચવામાં મદદ કરી.

ઉત્તર પ્રદેશ ના પોલીસ મહાનિર્દેશક ઓ.પી. સિંહે પણ માનવીની પ્રશંસા કરી. માત્ર એટલું જ નહિ પરંતુ ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા એક પ્રશંસા પત્ર પણ બહાર પાડવામાં આવ્યું . આ મુજબ મહિલા કોન્સ્ટેબલ માનવીએ બેન્કમાંથી પૈસા ઉપાડવા આવેલ એક વૃદ્ધ સ્ત્રીને બાર તડકામાં પરેશાન થતાં જોયા. મહિલા સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે તેઓ ભૂખ્યા છે, ત્યાર બાદ માનવી એ તરત તેમને જમાડયા અને તેમના બેંક સંબંધિત કાર્યમાં તેમની મદદ કરી.માનવી ની પ્રશંસામાં ઓ.પી.સિંહે લખ્યું કે, મને આશા જ નઈ પણ પૂરો વિશ્વાસ છે કે તમે આવનારા દિવસોમાં પણ તમારા કાર્ય દ્વારા ઉત્તરપ્રદેશ પોલીસની છબીને ઉજવળ રાખશો. આ પછી, સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકોએ માનવી ના કામની પ્રશંસા કરી અને તેમની પ્રશંસામાં થોડા શબ્દો લખ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here