આ 14 વર્ષનો ટેણિયો કમાય છે કરોડો જાણો કેવી રીતે.

0
174

તમે 14 વર્ષની ઉંમરે શું કરતાં હતા? ભણતા અને રમતા હતા ને ! પરંતુ આજકાલ બાળકો નાની ઉંમરે મોટાં મોટા કામ કરી રહ્યા છે. આવો જ એક બાળક ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડ માં છે, જે ઑનલાઇન વિડિઓ ગેમ રમીને લાખોની કમાણી કરી રહ્યો છે. આ બાળકનું નામ ગ્રિફીન સ્પેકોસ્કી છે, જે 14 વર્ષનો છે. હા, ફક્ત 14 વર્ષ અને તે ઑનલાઇન ગેમિંગ દ્વારા 1.38 કરોડ કમાઈ ચૂક્યો છે. ઉદાસ ના થાઓ કેમ કે આ જમાનો ઑનલાઇનનો જ છે.ગ્રિફિન દિવસના 8 થી 18 કલાક ઑનલાઇન ગેમ રમે છે. Fornite નામની ઓનલાઈન ગેમ રમીને તે તેના વિડિઓઝ બનાવે છે અને પછી તેમને YouTube પર અપલોડ કરે છે. ત્યાર પછી એડવેટાઈઝર, સ્પોનસર અને સબસ્કાઈબર દ્વારા તે મોટી રકમ મેળવે છે. કારણ કે તેમના વીડિયોને લોકો ખૂબ જોવે અને પસંદ કરે છે.ગ્રિફીન વિશ્વની સામે ત્યારે આવ્યો કે જ્યારે તેણે થોડા મહિના પહેલા યુ ટ્યુબ પર પ્રસિદ્ધ Fortnite ગેમરને હરાવીને તેનો વિડિઓ શેર કર્યો.તે વિડિયો પર તેમણે લગભગ 7.5 મિલિયન વ્યુજ મળ્યા હતા. ત્યારથી,તેમણે ઑનલાઇન ગેમિંગ અને YouTube ને પૈસા કામવાનો રસ્તો બનાવી લીધો. 14 વર્ષનો ગ્રિફીન ભલે ઉમરમાં નાનો છે, પરંતુ તેના વિચારો મોટા વ્યક્તિઓ ની માફક છે. તે ગેમિંગ દ્વારા મળતા પૈસાની બચત કરે છે. તેથી ભવિષ્યમાં તેમની ગેમિંગ કારકિર્દી સમાપ્ત થાય , તો તેઓ કૉલેજ જઈ શકે અથવા નવું ઘર ખરીદી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here