રાહુલ ગાંધી આ 2 લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસ ની જાહેરાત

0
111

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી 2 લોકસભા સીટ પરથી લડશે. ઉતરપ્રદેશ ની તેમની પરંપરાગત સીટ અમેઠી ઉપરાંત રાહુલ ગાંધી કેરલ થી પણ ઉમેદવાર હશે. રવિવારે કોંગ્રેસ ની પ્રેસ કોન્ફરન્સ માં પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટોની એ તેની જાહેરાત કરી. એન્ટોનીએ પ્રેસ કોન્ફરન્સ માં કહ્યું કે રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરલ ની વાયનાડ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. સોનિયા ગાંધી પણ કોંગ્રેસ અધ્યક્ષ હતા ત્યારે રાયબરેલી અને કર્ણાટક ની બેલ્લારી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી ચૂક્યા છે.
આ જાહેરાત એવા સમય પર કરવામાં આવી છે કે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ભારતના પ્રવાસે છે. રવિવારે કોંગ્રેસ પ્રવકતા સુરજેવાલા એ કહ્યું કે દક્ષિણ ભારત માથી માંગ ઉઠી રહી હતી કે રાહુલ ગાંધી અમારા ક્ષેત્રમાથી ચૂંટણી લડે. આ માંગ ને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તામિલનાડું , કેરળ , કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી એ પ્રસ્તાવ પાસ કરીને રાહુલ ગાંધી તેમના ક્ષેત્ર માથી ચૂંટણી લડે તેવી માંગ કરી હતી.

કોંગ્રેસ તામિલનાડું, કેરળ, અને કર્ણાટક માં પોતાની પકડ કમજોર કરવા માંગતી ન હતી. તે માટે રાહુલ ગાંધી ને વાયનાડ સીટ પરથી લડાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ એ આ સીટ ને લઈ ને સેફ ગેમ રમી છે. અમેઠી સીટ હાથ માથી જો જાય તો વાયનાડ સીટ રાહુલ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. અમેઠીમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી ને ટક્કર આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here