ભાજપે વધુ 4 લોકસભા સીટ ના ઉમેદવાર જાહેર કર્યા. 3 ના પટા કપાયા.

0
113

લોકસભા ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ રાજકારણ માં પણ ગરમાવો આવતો જઈ રહ્યો છે. ભાજપ – કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઑ પોતપોતાના ઉમેદવારો પસંદ કરવામાં લાગી ગઈ છે. એવામાં ભાજપે વધુ 4 ગુજરાત લોકસભા સીટ ના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે છોટાઉદેપૂર, આણંદ, પાટણ અને જુનાગઢ લોકસભા સીટ ના પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

જૂનાગઢથી વર્તમાન સાંસદ રાજેશ ચૂડાસમા ને ભાજપે ટિકિટ આપી છે. જયારે પાટણ થી ભરતસિંહ ડાભી ને ટિકિટ આપવામાં આવી છે અને વર્તમાન સાંસદ લીલાધર વાઘેલા ની ટિકિટ કપાય છે. આણંદ થી મિતેશભાઈ પટેલ ને ટિકિટ આપવામાં આવી છે અને વર્તમાન સાંસદ દિલીપ પટેલ ની ટિકિટ કપાય છે. છોટાઉદેપુર થી ગીતાબેન રાઠવા ને ટિકિટ આપવામાં આવી છે. અને વર્તમાન સાંસદ રામસિંહ રાઠવાની ટિકિટ કપાય છે. ભાજપે કુલ 26 સીટ માથી 19 સીટ ના ઉમેદવારો ના નામ જાહેર કરી દીધા છે.

ભાજપ દ્વારા તાલાળા વિધાનસભા પેટાચૂંટણી ના ઉમેદવાર ની પણ જાહેરાત કરવામાં આવી છે. તાલાળા બેઠક પરથી પાર્ટી એ જસા બારડ ને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પરના કોંગ્રેસ ધારાસભ્ય ભગવાન બારડ ને કોર્ટે સજા સભળાવતા તેમનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું. તેથી અહી પેટાચૂંટણી યોજાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here