પોસ્ટ ઓફિસની ગ્રેટ ઑફર :1,000 રૂપિયાના થાપણ પર રૂ.72500 મળશે.

0
578

પૈસામાંથી પૈસા બનાવવા માટે બજારમાં ઘણી પ્રકારની યોજનાઓ અસ્તિત્વમાં છે. પરંતુ પોસ્ટ ઑફિસમાં એક યોજના છે જ્યાં તમને બેંકો કરતાં વધારે વ્યાજ મળે છે. જો તમે તમારું એકાઉન્ટ અહીં ખોલાવો છો તો તમને 7.3 ટકા દર પર વ્યાજ મળશે. આ હિસાબથી થી જો તમે રોજના 33 રુપિયા અથવા દર મહિને 1000 રૂપિયાની રકમ જમા કરો તો તમને વળતર તરીકે રૂ. 72,000 થી વધુ રકમ મળશે. ચાલો જાણીએ કેવી રીતે ખુલશે એકાઉન્ટ અને શુ છે તેની સંપૂર્ણ પ્રક્રિયા.

  • કોઈ પણ જગ્યાએ ખોલાવી શકો છો આ ખાતૂ:પોસ્ટ ઑફિસ ના આ એકાઉન્ટ ને તમે દેશની કોઈપણ શાખામાં ખોલાવી શકો છો. ફક્ત આ જ નહીં જો તમે ઈચ્છો તો એક કરતા વધુ ખાતા પણ ખોલાવી શકો છો. આ ઉપરાંત 2 લોકોનુ સંયુક્ત એકાઉન્ટ પણ ખોલાવી શકો છે.
  • 33 રુપિયા ની બચત આવી રીતે બનાવશે માલામાલ: પોસ્ટ ઑફિસની આ એક રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં તમે 33 રુપિયા રોજના અથવા દર મહિને 1000 રૂપિયાની રકમ જમા કરી શકો છો. વર્તમાન માં 7.3% વળતરની ગણતરી કરો તો તમે દરરોજ 33 રૂપિયા બચાવી દર મહિને 1000 રૂપિયા એકાઉન્ટ મા જમા કરો તો 5 વર્ષ માં તમારી રકમ 72505 રુપિયા થઈ જશે. જોકે આ ઉપરાંત તમારું પ્રિન્સિપલ એમાંઉન્ટ લગભગ 60 હજાર રુપિયા હશે.
  • આવી રીતે લાભ લઈ શકો છો: પોસ્ટ ઑફિસ ની આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ફિક્સ તારીખે દર મહિને પૈસા જમા કરાવના રહેશે. તમે તમારા પૈસા એક થી પંદર તારીખ સુધીમાં જમા કરી શકો છો. 1 તારીખે ખુલેલ ખાતા માં તમે મહિનાની 15 તારીખ સુધી ખાતામાં ડિપોજિટ કરી શકો છો. 16 તારીખે ખુલેલ ખાતામાં ડિપોજિટ જમા કરાવવાની તક એ મહિનાના અંતિમ છેલ્લી તારીખ સુધી મળે છે.
  • 72000 રુપિયા બનવવા માટે આ ફોર્મ્યુલા ને તમે આવી રીતે સમજી શકો છો: જો તમે દર મહિને 1,000 રૂપિયા જમા કરો છો તો એક વર્ષમાં તમે 12,000 રૂપિયા જમા કર્યા છે. 7.3 ટકાના વ્યાજ દર ના હિસાબ થી તમને એક વર્ષમાં 12,482 નું વળતર મેળવો છો. એ જ રીતે જો તમે પાંચ વર્ષ માટે પૈસા જમા કરો છો તો તમને 72,505 રૂપિયાનૂ પરત વળતર મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here