ભાજપે વધુ 3 ગુજરાત લોકસભા ના ઉમેદવાર જાહેર કર્યા. જાણો કોને ક્યાથી મળી ટિકિટ.

0
144

લોકસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજકારણ માં ગરમાવો આવી રહ્યો છે. ભાજપ – કોંગ્રેસ સહિત ની બધી પાર્ટીઓ પોત પોતાના ઉમેદવાર ની પસંદગી માં લાગી ગઈ છે. ભાજપે અગાવ 16 લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા જ્યારે હાલમાં વધુ 3 લોકસભા બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે અત્યાર સુધીમાં ગુજરાત ની 19 લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

આ ત્રણ બેઠકો માં બનાસકાંઠા ,પંચમહાલ ,પોરબંદર નો સમાવેશ થાય છે. બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે પરબત પટેલ ને ટિકિટ આપી છે. આ બેઠકના હાલ ના સાંસદ કેન્દ્રિય મંત્રી હરિભાઈ ચૌધરીનું પતું કપાયું છે. પંચમહાલ લોકસભા બેઠક પરથી ભાજપે રતનસિંહ ને ટિકિટ આપી છે. આ બેઠકના હાલ ના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કપાય છે. જ્યારે પોરબંદર બેઠક પરથી નાદુરસ્ત તબિયત ના કારણે વિઠ્ઠલભાઈ રાદડિયા ની ટિકિટ કપાઈ છે . અને તેની જગ્યાએ રમેશ ધડુક ને ટિકિટ આપવામાં આવી છે.
આ ત્રણ લોકસભા બેઠકમાથી ભાજપ પોરબંદર બેઠક પરથી કોને ઉતારે છે તે જોવું રસપ્રદ હતું. કેમ કે પોરબદર બેઠક પર હાલ ના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયા ચૂંટણી નહીં લડે તેવું નક્કી મનાય રહ્યું હતું. બીજી તરફ આ બેઠક પર રાદડીયા પરિવાર માથી જ કોઈ એક ને ટિકિટ આપવામાં આવે તેવી માંગ વિઠ્ઠલભાઈ ના સમર્થકો દ્વારા ઉઠાવવામાં આવી હતી. ઉપરાત આ બેઠક પરથી કોંગ્રેસ માથી લલિત વસોયા ને ટિકિટ મળવાની સંભાવના છે. તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે. અને પૂર્વ ભાજપ નેતા રેશ્મા પટેલ પણ આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. માટે આ બેઠકનો જંગ રસપ્રદ બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here