2019 ની સૌથી મોટી ઓપનર ફિલ્મ કેસરી, પ્રથમ દિવસે કરી આટલા કરોડ ની કમાણી.

0
85

અક્ષયકુમાર અને પરિણીતી ચોપડા થી ફિલ્મ કેસરીએ બોક્સઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. ફિલ્મ આ વર્ષેની સૌથી મોટી ઓપનર ફિલ્મ સાબિત થઈ છે. ફિલ્મએ પ્રથમ દિવસે ઇન્ડિયામાં 21.50 કરોડનું કલેક્શન કર્યું છે. તેના વિશેની માહિતી ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે.

તેવોએ ટ્વિટર પર લખ્યું કે – ” કેસરીએ બોક્સઓફિસ પર આગ લગાવી દીધી છે. તે 2019 ની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મ સાબિત થઈ છે. હોળી ના કારણે સવારે અને બપોરે લિમિટેડ શોઝ હતા. પરંતુ સાંજના શોઝ માં ફિલ્મએ જબરદસ્ત કમાણી કરી છે. ફિલ્મ એ પહેલા જ દિવસે 21.50 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. ”

આ ફિલ્મ સારાગઢિમાં થયેલ ઐતિહાસિક યુદ્ધ ની સાચી કહાની પર ફિલ્માવામાં આવી છે. ફિલ્મમાં અક્ષયકુમાર વીર બહાદુર હવાલદાર ઇશર સિંહના રોલમાં દેખાય રહ્યા છે. ઇશર સિંહ 36 શિખ રેજિમેન્ટની 21 લોકોની એક ટુકડી ના કમાન્ડર હતા. સારાગઢિ આજે પાકિસ્તાનના વાઝરિસ્તાનમાં છે, જ્યાં વર્ષ 1897 માં આ યુદ્ધ લડાયું હતું. તેમાં 21 બહાદુર શિખ જવાનોએ 10 હજાર અફઘાન સૈનિકોને ધૂળ ચટાવી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here