દાંત પીળા છે તેને કારણે તમારુ સ્મિત બંધ ના થઈ જાય તેના માટે કરો આ ઉપાય

0
216

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમની સ્માઇલ સુંદર દેખાય, અને સુંદર સ્મિત માટે દાંત ની ચમક અને તંદુરસ્તી હોવી ખૂબ જ જરૂરી છે. મોટાભાગના લોકો તેમના દાંતને પાલિશ કરવા માટે વિવિધ પ્રકારના ટૂથપેસ્ટ અને મોંઘા ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે. તો પણ લોકો તેમના દાંતની કુદરતી સુંદરતા મેળવી શકતા નથી. એટલા માટે અમે તમને બતાવશુ કે તમે દાંતને મોતી જેવા સફેદ ગ્લો કેવી રીતે કરી શકો છો.
બેકિંગ સોડા દાંત સાફ કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. બેકિંગ અને સોડાનું મિશ્રણ દાંત ની પીળાસ ને દૂર કરીને મોતી જેવા સફેદ ગ્લો બનાવશે.
આપણા દાદા દાદી નાનપણ મા કહેતા હતા કે દાંત મજબૂત રાખવા માટે, સરસવ તેલ અને મીઠા ના મિશ્રણ થી દાંત સાફ કરો. આ એક ખૂબ અસરકારક ઉપાય છે. સરસવ તેલ અને મીઠું ભેળવીને દાંત પર લાગવાથી દાંત મજબૂત તો બનશે જ પરંતુ દાંત ની પીડાસ પણ દૂર થઈ જશે.
દાંતની સફેદી વધારવા અને તેમને મજબૂત રાખવા સ્ટ્રોબેરી ખૂબ અસરકારક સાબિત થાય છે. કારણ કે તેમાં રહેલા એન્ઝાઇમ મેલિક એસિડ અને વિટામિન સી દાંત ની પીડસ કાઢવામાં મદદ રૂપ થાય છે. જો તમે અઠવાડિયામાં બે વાર સ્ટ્રોબેરીનો ઉપયોગ પેસ્ટ તરીકે કરો, તો દાંતની ચમક બની રે છે. પેસ્ટ બનવા માટે ફક્ત સ્ટ્રોબેરીને ક્રશ કરવાની છે.
સફરજન આમતો ઘણા રોગો માટે ફાયદાકારક છે. પરંતુ તે દાંત માટે પણ ફાયદાકારક છે. સફરજનને સારી રીતે ચાવવાથી દાંતમાં રહેલા બેક્ટેરિયા દૂર થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here