ચા વેચવાવાળા વ્યક્તિને મળ્યો દેશનો ત્રીજો સર્વોચ્ચ ઍવોર્ડ પદ્મશ્રી, પીએમ મોદીએ પણ પ્રશંસા કરી હતી.

0
135

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારંભમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી એવોર્ડથી ઓડિશાના ત્રણ લોકોને સન્માનિત કર્યા છે. કૃષિ ક્ષેત્રે યોગદાન માટે, કમલા પૂજારી, સામાજિક સેવા માટે દત્તારી નાયક અને ડી. પ્રકાશ રાવ ને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર અપાયો છે.

જાણકારી અનુસાર, કટક જિલ્લાના ડી પ્રકાશ રાવ ચા વેચે છે. આ છતાં, તેમણે ગરીબ વસ્તીના બાળકોનો શિક્ષણનો બોજ પોતે ઉઠાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી, તેઓ આ સામાજિક સેવા સાથે સંકળાયેલા છે.એવામાં આજે તેમને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ડી. પ્રકાશ રાવ 6 વર્ષની ઉંમરથી ચા વેચવાનું કામ કરે છે , અભ્યાસમાં હોશિયાર હોવા છતાં, આર્થિક સમસ્યાઓના કારણે પાંચમાં ધોરણ પછી જ તેમણે અભ્યાસ છોડી દીધો હતો. પરંતુ રાવે તેને એક પડકાર તરીકે સ્વીકારી લીધો અને આજે તે ઝૂંપડપટ્ટીના 70 થી 75 બાળકોને શિક્ષણ આપી ને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરી રહ્યા છે.

તેઓ કહે છે કે હું પૈસાના અભાવને લીધે આ બાળકોને અભ્યાસથી વંચિત રાખવા માંગતો નથી. જ્યારે તેમણે પુછવામાં આવ્યું કે તે એકલા શાળા કેવી રીતે ચલાવી લે છે, ત્યારે રાવે કહ્યું, “હું ઓફ સીઝનમાં દરરોજ 600 રૂપિયા કમાય લવ છું અને સિઝનમાં હું દરરોજ 700-800 કમાઉ છું. તેથી પૈસાનો કોઈ મુદ્દો નથી. હું ઇચ્છું છું કે આ બાળકો ભવિષ્યમાં કંઈક બને.

વડાપ્રધાન મોદી સાથેની તેમની મુલાકાત પર બોલતાં રાવએ કહ્યું, “મેં ક્યારેય સ્વપ્નમાં વિચાર્યું ન હતું કે હું ક્યારેય વિશ્વના લોકપ્રિય નેતાને મળી સકિશ. જ્યારે તેઓ ઓડિશા આવ્યા, ત્યારે મને તેમની ઓફિસમાંથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તમે અહિયાં આવો તમને વડાપ્રધાન મોદી મળવા માગે છે . હું 15-20 બાળકો સાથે પીએમ મોદીને મળવા ગયો. જ્યારે તેમણે મને જોયો, ત્યારે પીએમએ હાથ હલાવીને કહ્યું, ‘રાવ સાહેબ … હું તમને અહિયાં મળવા આવ્યો છું. હું તમારા વિશે બધું જ જાણું છું કોઈને કશું કહેવાની જરૂર નથી.

રાવે કહ્યું કે , વડાપ્રધાનની યજમાની જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મોદિજી એ મને તેમની પાસે બેસી જવા કહ્યું. તેમણે અમારી સાથે 18 મિનિટ વિતાવ્યા. તે એક સંયોગ હતો કે 26 મી મે રોજ મોદીજી મને મળ્યા અને બીજા દિવસે તેમણે મને ‘મન કી બાત’ કાર્યક્રમમાં મારો ઉલ્લેખ કર્યો. આ ઘટના પછી લોકો મારી પાસે આવ્યા અને મને પગે લાગવાનુ શરૂ કરી દીધું. વડાપ્રધાને એમ પણ કહ્યું કે જ્યારે પણ તેઓ ઓડિશામાં આવશે ત્યારે તેઓ તેમની શાળામાં ચોક્કસપણે જમવા આવશે. એટલું જ નહીં, રાવએ તેમના જીવનમાં 217 વખત રક્તદાન પણ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here