આ માર્કેટ માં ફકત 500 રૂપિયા માં મળે છે કોઈપણ કાર ના ટાયર , દૂર થી લેવા આવે છે લોકો

0
237

કાર ખરીદ્યા પછી, તેમાં કોઈ ને કોઈ નુકસાની આવતી રહે છે. એવામાં મિકેનિકના ચકર લગાવવા સામાન્ય વાત થઈ જાય છે, પરંતુ જ્યારે ટાયર બદલવા પડે ત્યારે ઘણા લોકો વિચારે છે કારણ કે ટાયર બદલવા ઘણા ખર્ચાળ હોય છે, પરંતુ અમે તમને એક એવા માર્કેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જયા કારના તમામ પાર્ટસ ખુબજ ખૂબ સસ્તા ભાવે મળી રહેશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ માર્કેટમાં કારના ટાયર ફક્ત 500 રૂપિયા માં મળે છે.

અમે દિલ્હીના ગોકુલપુરીમાં આવેલ શાહદરા ઑટો માર્કેટ વિશે વાત કરી રહ્યા છીએ. આ બજારમાં, તમે તમારી કાર અને બાઇક ના કોઈપણ પાર્ટ અડધોથી ઓછી કિમતે ખરીદી શકો છો. દિલ્હીમાં રહેતા લોકો માટે આ બજારમાં પહોંચવું ખૂબ જ સરળ છે. શાહદરા મેટ્રો સ્ટેશન પર ઉતરીને તમે ઓટોરિક્સા લઇ શકો છો અને સરળતાથી આ બજારમાં પહોચી જાઓ.

આ બજારમાં મોટે ભાગે પ્રોડક્ટ્સ સેકન્ડહેન્ડ મળે છે આ કારણે આ બધા પાર્ટસ અત્યંત નીચા ભાવે મળે છે. તમે ઈચ્છો તો નવા પાર્ટસ પણ લઈ શકો છો અને નવા પાર્ટસ ની બજાર કિંમત પણ અન્ય બજારો કરતા ઘણી ઓછી હોય છે. બાઇક ના ટાયર આ બજારમાં સારી ગુણવતના 200 રૂપિયાના ભાવ માં મળી જશે. કાર ટાયર આ બજાર માં રૂ 500 ની શરૂઆતી કિંમત માં મળી જશે. આટલા રૂપિયામાં ટાયરની ટ્યૂબ પણ નથી મળતી. બાઇક ના અન્ય પાર્ટસ જેવા કે ગાર્ડ, કવર,સ્પેયર પાર્ટ, લાઈટ જેવી વસ્તુઓ ખૂબ નીચા ભાવ મળી જાય છે.

તમને જણાવી દઈએ કે આ માર્કેટ માં ખરીદી કરવા માટે તમને મોલ ભાવ કરતા જરૂર આવડતું હોવું જોઈએ. કેમ કે માર્કેટ માં પાર્ટસ ની કિમત તમને વધુ જણાવવામાં આવે છે. પરંતુ મોલ ભાવ કર્યા પછી ખૂબ જ ઓછી કિમતે તમને વસ્તુ મળી રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here