અનુષ્કા શર્માએ એ વિરાટ કોહલીના ગાલ ખેચીને દેખાડ્યો પ્રેમ , વિડિયો થઈ રહ્યો છે વાઈરલ જુવો

0
178

બોલીવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેના પતિ ભારતની ની ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી નો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓમાં, વિરાટ અને અનુષ્કા વોટર સ્પાર્ટ કરતાં નજર આવી રહ્યાં છે. વીડિયોમાં પાણીમાં સ્પાર્ક કરતી વખતે બંને ખુશ દેખાઈ રહ્યા છે. અનુષ્કા મોજા વચ્ચે તેમના પતિ સાથે ખુબજ આનંદ કરી રહી છે.

હોડીમાં આ બંને લોકોની મસ્તી એક વ્યક્તિ તેમના કૅમેરામાં કેદ કરી રહ્યો હતો, જેનાથી તે બંને અજાણ હતા. પરંતુ તેમને ખબર પડી કે કોઈ તેમનો વિડિઓ બનાવે છે,તો તરત જ તે બંને હસવા લાગે છે. તે દરમિયાન અનુષ્કા ખૂબ જ પ્રેમ થી વિરાટ ના ગાલ ખેંચીને જોર થી હસવા લાગે છે. તેમને જણાવી દઈએ કે તેમનો વિડિઓ એક વર્ષ જૂનો છે. જાન્યુઆરીમાં, વિરાટ અને અનુષ્કા સ્વિટ્ઝર્લૅન્ડ ગયા હતા. ત્યાર નો આ વિડિયો છે. પરંતુ સોશિયલ મીડિયા પર તે હમણાં શેર કરવામાં આવ્યો છે. આ વિડિઓને ઇન્સ્ટગ્રામમાં વિરુષ્કાના ફેન્સ એ શેર કર્યો છે. આ વિડિઓ 12 કલાકની અંદર 18 હજાર વખત જોવામાં આવ્યો છે. આ વિડિઓ તેમના પ્રશંસકો ને ખુબજ પસંદ આવી રહ્યો છે.

ત્તમને જાણીએ દઈએ કે વિશ્વ કપ – 2019 ની શરૂઆત 30 મી મે થી થશે. બધી ટીમો તેની તૈયારીમાં લાગી ગઈ છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા ઘણી વખત મેચ દરમિયાન ટીમને ચીયર કરવા જાય છે, પરંતુ આ વખતે અનુષ્કા શર્માએ નિર્ણય કર્યો છે કે તે આ વર્લ્ડ કપમાં વિરાટ કોહલી સાથે સ્ટેડિયમમાં નહીં જાય.

જો ખબરોનું માનવામાં આવે તો, અનુષ્કા વિરાટને ચીયર કરવા માટે મેચ દરમિયાન ઈંગ્લેન્ડમાં રહેશે, પરંતુ સ્ટેડિયમમાં અલગ-અલગ જશે. તે ભારતના મેચ ના દિવસોમાં તેની કાર થી સ્ટેડિયમ પહોંચશે અને ત્યાં જવાનો ખર્ચો પોતે જાતે ઉઠાવશે. તેનું કારણ અનુષ્કાએ કહ્યું કે તે વિરાટને મીડિયાની નજરથી બચાવવા માંગે છે, જેથી તે રમત પર ધ્યાન આપી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here