શહીદોના પરિવારને 110 કરોડ રૂપિયા આપશે આ વ્યક્તિ , પ્રધાનમંત્રી મોદીને મળવા માટે માગ્યો સમય

0
151

પલ્વાવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે દેશભરમાં લોકો સામે આવી રહ્યા છે. કોટાના રહેવાસી એક વ્યકિત એ શહીદોના પરિવાર માટે 110 કરોડ રૂપિયા ની સહાયક રકમ આપવા નું એલાન કર્યું છે. આ રકમ તે વડા પ્રધાન રાહત ભંડોળ માં મોકલશે.

આ વ્યકિતનું નામ છે મુર્તજા અલી, જે મુંબઈમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે. મુર્તજાએ શહીદોના પરિવારની મદદ માટે વડા પ્રધાન કાર્યાલયમાં ઇમેઇલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો સમય માંગ્યો છે. પ્રધાનમંત્રીની ઓફિસ વળા એ તેમને બે-ત્રણ દિવસમાં પ્રધાનમંત્રી સાથે બેઠક કરવા માટે જવાબ મોકલ્યો છે.

મીડિયા અહેવાલો અનુસાર, મુર્તજા પ્રધાનમંત્રી મોદી સાથે મળીને તેમને 110 કરોડ રૂપિયાનો ચેક સોંપશે. તેના માટે તેઓ એ બધીજ કાગજી કાર્યવાહિ કરી લીધી છે. તેમણે 25 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રાલયને ઇમેઇલ મોકલ્યો અને પ્રધાનમંત્રી મોદી ને મલવાનો સમય માંગ્યો હતો. તેના પછી એક માર્ચ ના રોજ જવાબ આપ્યો કે બે થી ત્રણ દિવસમાં તેમને મળવાનો સમય બતાવામાં આવશે.

મુર્તજા જન્મ થી જ આંધડા છે. તેમણે કોટા ની કૉમર્સ કોલેજ થી સ્નાતક (ગ્રેજ્યુએશન) કર્યું છે. તેમનું ઓટોમોબાઇલનું પુશતૅની બિઝનેસ છે.

મુર્તજા એક પ્રખ્યાત વૈજ્ઞાનિક છે. તે ફ્યૂઅલ બર્ન રેડિએશન ટેક્નોલૉજી દ્વારા જી.પી.એસ., કેમેરા અથવા અન્ય કોઈ ઉપકરણ વગર કોઈપણ વાહનને ટ્રેસ કરવાનું આવિષ્કાર કરી ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here