અનોખુ છે ભારત નું આ મંદિર,83 વર્ષ થી લાલ મિર્ચી થી થાય છે અભિષેક

0
99

ભારત દેશ માં અનોખી પરંપરાઓની કમી નથી.કઈ એવી જ રીતે અનોખા મંદિર ની પણ કમી નથી.ખાસ વાત એ છે કે,દક્ષિણ ભારત માં મંદિર ની શૈલી સૌથી અલગ અને અદ્ભુત છે.અહિયાં ની પરંપરા પણ સૌથી અલગ હોય છે.અહિયાં સ્થિત એક એવું મંદિર પણ છે જ્યાં રોગો થી દૂર રહેવા માટે લાલ મિર્ચી થી અભિષેક કરવામાં આવે છે.

હકીકત માં,વર્ના મુથુ મરીયમ્મન મંદિર તમિલનાડું ના સૌથી મોટા જિલ્લા વેલુપ્પુરમ માં વિશ્વ પ્ર્સિદ્ધ ઓરોવિલે ઇન્ટરનેશનલ ટાઉનશીપ ની પાસે એક ગામ ઇધાંચવાડી માં સ્થિત છે.અહિયાં દર વર્ષે 8 દિવસ નો તહેવાર મનાવવામાં આવે છે,જેમાં મિર્ચીનો અભિષેક જોવા મોટી સંખ્યા માં લોકો આવે છે.આ લોકો ને સ્વસ્થ રહેવાની કામના માટે કરવામાં આવે છે.

મંદિર ની પરંપરા મુજબ અહિયાં ના ત્રણ સૌથી વરિષ્ઠ લોકો પહેલા પોતાના હાથ માં બંગળી ધારણ કરે છે અને પછી આખો દિવસ ઉપવાસ રાખે છે.ત્યાર પછી તેમનું મુંડન સંસ્કાર થાય છે.પછી પૂજારી તેમને દેવતાઓની જેમ પુજા ની જગ્યાએ બેસાડીને તેમની પુજા કરવામાં આવે છે.

પછી તેમનું અલગ-અલગ સામગ્રીઓથી અભિષેક કરવામાં આવે છે.આમાં ચંદન,કચળેલ ફૂલ વગેરે નો સમાવેશ થાય છે.ત્યાર પછી મિર્ચી નો અભિષેક થાય છે.આમાં ત્રણેય ને મિર્ચી ના લેપ થી સ્નાન કરાવામાં આવે છે.તેની પહેલા તેમને મિર્ચી નો લેપ ખવડાવવામાં આવે છે.ત્યાર પછી છેલ્લે તેમને લીમડા ના પાણી થી સ્નાન કરાવીને મંદિર ની અંદર લઈ આવવામાં આવે છે.

અહિયાં તેમને સળગતાઅંગારાઓ ઉપર ચાલવાનું હોય છે.એવું જણાવામાં આવે છે કે આ પરંપરા લગભગ 85 વર્ષ થી નિભાવવામાં આવે છે.હરીશ્રીનીવાસન ને 1930 માં સ્વયં ભગવાને દર્શન આપીને લોકો ને રોગ થી દૂર રાખવાં માટે આ પરંપરા ને નિભાવવાનો આદેશ આપ્યો હતો.ત્યાર થી આ પરંપરા નિભાવવામાં આવે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here