આ મંદિર માં કોઈ જવા માંગતુ નથી,કારણ જાણીને તમે પણ થર-થર કાપવા લાગશો

0
250

આમ તો મંદિર માં લોકો દુનિયાભાર ની બાલાઓ અને પરેશાનીઓને દૂર ભગાવવા માટે જાય છે,પરંતુ તમને જાણીને હૈરાની થશે કે ભારત માં એક એવું મંદિર પણ છે,જ્યાં કોઈ પણ જવા માંગતુ નથી.એવું કહેવાય છે કે મંદિર ની અંદર જવામાં ભૂત અને પ્રેત ને પણ ડર લાગે છે,પરંતુ આ મંદિર એવું જ્યાં જવાથી લોકો ને ડર લાગે છે.

આ મંદિર હિમાચલ પ્રદેશ ના ચમ્બા ના એક નાના કસ્બા ભરમોર માં સ્થિત છે.આ મંદિર દેખાવામાં તો ખૂબ જ નાનું છે,પરંતુ તેની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી છે.એવું કહેવાય છે કે આ મંદિર ની અંદર જવાની ભૂલ કોઈ કરતું નથી.તે બહાર થી જ ભગવાન ની પ્રાથના કરીને નીકળી જાય છે.

હકીકત માં,આ મંદિર મૃત્યુ ના દેવતા યમરાજ નું છે.આજ કારણ છે કે લોકો આ મંદિર ની પાસે જતાં પણ ડરે છે.આ દુનિયા નું એકમાત્ર મંદિર છે જે યમરાજ ને સમર્પિત છે.લોકો નું કહેવું છે કે આ મંદિર ને યમરાજ માટે જ બનાવવામાં આવ્યું છે,તેથી આની અંદર તેમની સિવાય કોઈ પણ પ્રવેશ કરી શકતું નથી.

ગામ ના લોકો નું કહેવું છે કે આ મંદિર માં ચિત્રગુપ્ત માટે એક રૂમ બનાવવામાં આવ્યો છે,જેમાં તે માણસો ના સારા-ખરાબ કામ નો લેખો-જોખો રાખે છે.હકીકત માં,મનુષ્ય ની મૃત્યુ પછી પૃથ્વી ઉપર તેમના દ્વારા કરેલ કામ ના આધાર ઉપર તેમના માટે સ્વર્ગ કે નર્ક નો નિર્ણય લેવાનો અધિકાર ચિત્રગુપ્ત પાસે જ છે.એટ્લે કે મનુષ્યને સ્વર્ગ મળશે કે નર્ક,તેનો નિર્ણય ચિત્રગુપ્ત જ કરે છે.

એવું કહેવાય છે કે આ મંદિર ની અંદર ચાર છુપાયેલા દરવાજા છે કે જે સોના,ચાંદી,તાંબું અને લોખંડ થી બનેલા છે.એવું માનવામાં આવે છે કે જે લોકો વધુ પાપ કરે છે,તેમની આત્મા લોખંડ ના દરવાજા ની અંદર જાય છે અને જેનાથી પુણ્ય કર્યું હોય,તેની આત્મા સોના ના દરવાજા ની અંદર જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here