લગ્ન ના એક મહિના પછી આવ્યા ઈશા અંબાણી ની હલ્દી સેરેમની ના ફોટા,સોશિયલ મીડિયા ઉપર થયા વાઇરલ

0
222

મુકેશ અંબાણી ની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પીરામલ ના લગ્ન ને લગભગ 1 મહિનો થઈ ગયો છે.2018 ના અંત માં થયેલ તેમના લગ્ન વર્ષ ના સૌથી મોટા લગ્ન માથી એક છે.ઈશા ના લગ્ન 12 ડિસેમ્બર એ પીરામલ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રી ના સીઇઓ અજય પીરામલ ના પુત્ર આનંદ પીરામલ સાથે થયા હતા.

આ લગ્ન ના ઘણા ફોટા તે સમયે આવ્યા હતા.હવે લગભગ એક મહિના પછી ઈશા ની હલ્દી સેરેમની ના ફોટા ડિજાઇનર સબ્યસાચી એ ફોટો શેરિંગ વેબસાઇટ ઇનસ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યા હતા.સબ્યસાચી એ ઈશા ના લગ્ન ના ઘણા ડ્રેસ ડિજાઇન કર્યા હતા.આ ફોટાઓમાં ઈશા અને આનંદ બને પીળા રંગ ના સુંદર કપડાં માં નજર આવી રહ્યા છે.

ઈશા ના લૂક ને સૌથી ખાસ બનાવે છે તેમની જુલરી.ઈશા અંબાણી પોતાની હલ્દી સેરેમની ની ફૂલ જુલરી માં ખૂબ જ સુંદર લાગી રહી છે.ઈશા અંબાણી અને આનંદ પીરામલ બનેના આઉટફિટ ડિજાઇનર સબ્યસાચી મુખર્જી છે.તેને સ્ટાઇલિસ્ટ એમી પટેલ એ સ્ટાઇલ કર્યા છે.ઈશા એ લગ્ન માં અબૂજાની-સંદીપ ખોસલા એ ડિજાઇન કરેલ આઉટફિટ પહેર્યું હતું.

જણાવી દઈએ કે ઈશા અને આનંદ ના લગ્ન નું સંગીત ઉદયપુર ના ઓબ્રોઈ ઉદય વિલા અને સિટી પૈલેસ માં હતું,જેમાં સંપૂર્ણ બૉલીવુડ શામેલ થયું હતું.તેમનું રિસેપ્શન જીઓ ગાર્ડન માં થયું હતું.આ લગ્ન માં દેશ વિદેશ ના ઘણા મહેમાન આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here