મકર સંક્રાંતિ 2019:રાશિ મુજબ આ વસ્તુ દાન કરવાથી થાય છે બધા કષ્ટ દૂર

0
212

હિન્દુ ધર્મ શાસ્ત્રો માં મકર સંક્રાંતિ ના તહેવાર નું ખૂબ જ મહત્વ છે.મકર સંક્રાંતિ નો તહેવાર સૂર્યદેવ ને સમર્પિત હોય છે.મકર શિયાળા ની ઋતુ નો અંત માનવામાં આવે છે,અને શિયાળા ની તુલના માં આ દિવસ પછી લાંબા દિવસ ની શરૂઆત થઈ જાય છે.આ દિવસે લોકો સૂર્યદેવ ને ખુશ કરવા માટે અધર્ય દઈને તેમને પ્રાર્થના કરે છે.માનવામાં આવે છે કે મકર સંક્રાંતિ ના દિવસે દાન-પુણ્ય કરવાથી તેનું સૌ ગણું ફળ મળે છે.

આ દિવસે ભગવાન સૂર્યદેવ ધનુ રાશિ છોડીને મકર રાશિ માં પ્રવેશ કરે છે.જ્યોતિષોની માનીએ તો મકર સંક્રાંતિ નો પર્વ આ વર્ષે મંગળવાર 15 જાન્યુઆરી એ ઉજવવામાં આવશે.એવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિ ના દિવસે તલ નું દાન કે તલ થી બનેલ સામગ્રી ગ્રહણ કરવાથી કષ્ટકારી ગ્રહો થી છૂટકારો મળે છે.સંક્રાંતિ ના દિવસે ગંગા સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્ય મળે છે.આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ હોય છે.આવામાં ચાલો જાણીએ ક્યાં રાશિના વ્યક્તિને પોતાના બધા દુખ દૂર કરવા માટે કઈ ખાસ વસ્તુ નું દાન કરવું જોઈએ.

મેષ-પાણી માં પીળા ફૂલ,હળદળ,તલ મેળવી અર્ઘ્ય આપો.તલ-ગોળ નું દાન કરો.

વૃષભ-પાણી માં સફેદ ચંદન,દૂધ,સફેદ ફૂલ,તલ નાખીને સૂર્ય ને અર્ઘ્ય આપો.

મિથુન-પાણી માં તલ નાખીને સૂર્ય ને અર્ઘ્ય આપો.

કન્યા-પાણી માં ચોખા,તલ નાખીને સૂર્ય ને અર્ઘ્ય આપો.

કર્ક-પાણી માં દૂધ,ચોખા,તલ,મેળવીને સૂર્ય ને અર્ઘ્ય આપો.સંકટો થી મુક્તિ મળશે.

સિંહ-પાણી માં કુમકુમ તથા રક્ત ફૂલ,તલ નાખીને સૂર્ય ને અર્ઘ્ય આપો.

તુલા-સફેદ ચંદન,દૂધ,ચોખા નું દાન કરો.

વૃશ્ચિક-પાણી માં રક્તફૂલ તથા તલ મેળવીને સૂર્ય ને અર્ઘ્ય આપો.ગોળ નું દાન કરો.

ધનુ-પાણી માં હળદળ,કેસર,પીળા ફૂલ મેળવી સૂર્યને અર્ઘ્ય આપો.

મકર-પાણી માં કાળા-દુધિયા ફૂલ,તલ મેળવીને સૂર્ય ને અર્ઘ્ય આપો.

કુંભ-પાણી માં કાળા-દુધિયા ફૂલ,કાળી અળદ,તેલ-તલ નું દાન કરો.

મીન-હળદળ,કેસર,પીળા ફૂલ ની સાથે તલ મેળવીને સૂર્યને અર્ઘ્ય આપો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here