રહસ્યમય ખાડા માથી નીકળે છે 47 વર્ષ થી ભયંકર આગ,લોકો કહે છે નર્ક નો દરવાજો

0
175

દુનિયા માં ઘણી એવી અજીબોગરીબ ઘટનાઓ થતી હોય છે,જે પોતે જ એક અજુબો હોય છે.આવી ઍક ઘટના 47 વર્ષ પહેલા તુર્કમેનિસ્તાન ના કારાકુમ રણ માં ઘટ્યો,જે હજી સુધી લોકો માટે એક રહસ્ય જ છે.અહિયાં એક રહસ્યમય ખાડા માથી 47 વર્ષ થી સતત આગ નીકળે છે.લોકો તેને નર્ક નો દરવાજો કહે છે.

હકીકત માં,70 ના દશક માં સોવિયેત યુનિયન દુનિયા નો સૌથી શક્તિશાળી દેશ હતો.વર્ષ 1971 માં અહિયા ના વૈજ્ઞાનિકો નું એક દલ પ્રાકૃતિક ગેસ ની શોધ માં તુર્કમેનિસ્તાન ના કારાકુમ રણ માં પહોચીયા અને ત્યાં એક ખાડો ખોદવામાં આવ્યો.ખાડા ની આજુબાજુ મોટા મશીન લગાવવામાં આવ્યા અને જમીન ની અંદર ખોદવાનું શરૂ કરવામાં આવ્યું,પરંતુ એક દિવસ અચાનક જમીન નો એક મોટો ભાગ નીચે ધસી ગયો અને તેનાથી એક મોટા ખાડા નું નિર્માણ થયું.

જમીન ધસાયા પછી જે ખાડા નું નિર્માણ થયું,તે 130 ફૂટ પહોળો અને 60 ફૂટ ઊંડો હતો.આ ખાડા માથી સતત મિથેન ગૅસ નીકળી રહી હતી.ત્યાર પછી વૈજ્ઞાનિકો એ વિચાર્યું કે આ ગેસ ને સળગાવી દેવામાં આવે તો થોડા દિવસો પછી આ ગેસ આપોઆપ પૂરો થઈ જશે અને આગ ઠરી જશે.પરંતુ એવું ન થયું.આ ગેસ હજી સુધી ઠર્યા વગર સળગી રહી છે.

આ રહસ્યમય ખાડા માથી એવી ભયાનક આગ ની જ્વાળા નીકળે છે કે લોકો તેને જોઈને ડરી જાય છે.ત્યાં સુધી કે વૈજ્ઞાનિકો ની પણ આ ખાડા માં જવાની હિમ્મત નથી થતી.આજ કારણ છે કે આજુબાજુ ના ગામ ના લોકો આને નર્ક નો દરવાજો કહે છે.તેમનું માનવું છે કે નર્ક માં પણ આવી આગ ની જવાળા હોય છે.

તુર્કમેનિસ્તાન ની સરકારે આ ખાડા ને ભરવાના ઘણી વાર પ્રયત્નો કર્યા,પરંતુ દરેક વખતે તેમને નાકામી જ હાથ લાગી.પરંતુ હવે આ જગ્યા એક પર્યટ્ક સ્થળ બની ગઈ છે.અહિયાં દૂર-દૂર થી લોકો આ રહસ્યમય ખાડા ને જોવા આવે છે.આ જ્ગ્યા થી આજે પણ મિથેન ગેસ ને દુર્ગંધ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here