આ છે દુનિયા ના 5 સૌથી મોંઘા હીરા,મોટા-મોટા ધન કુબેર જુએ છે આને ખરીદવાના સપના

0
186

 

ઓપનહાઇમર બ્લૂ-મે 2016 માં ઓપનહાઇમર બ્લૂ હીરો 5.06 કરોડ ડોલર એટ્લે કે 329 કરોડ રૂપિયા માં વેચાયો હતો.14.62 કેરેટ ના આ હીરા ને જેનેવા ના ક્રિસ્ટી ઓક્શન હાઉસ એ ફોન દ્વારા થયેલી નીલામી માં વેચ્યો હતો.હીરા ને કોણે ખરીદ્યો તેની કોઈ જાણકારી નથી.

બ્લૂ મૂન-નવેમ્બર 2015 માં એક અંગૂઠી માં લાગેલ 12.03 કેરેટ બ્લૂ મૂન હીરાની નીલામી થઈ હતી.હોંગકોંગ ના વ્યવસાયી જોસફ લૂ એ આની માટે 4.84 કરોડ ડોલર એટ્લે કે 315 કરોડ રૂપિયા આપ્યા હતા.તેમણે પોતાની 7 વર્ષ ની પુત્રી માટે આ હીરા ને ખરીદ્યો અને પોતાની પુત્રી નું નામ રાખ્યું બ્લૂ મૂન ઓફ જોસેફાઇન.

સનરાઈસ રૂબી-ઘાટા લાલ રંગ ના આ 25.59 કરેટ ના સનરાઈસ રૂબી ઘરેણાં ને એક વ્યક્તિ એ 3 કરોડ ડોલર એટ્લે કે 195 કરોડ માં ખરીધ્યો હતો.2015 માં આટલી ઊંચી કિંમતે વેચાયેલ ઘરેણું હીરા પછી નો સૌથી ઊંચી કિંમત નો પથ્થર હતો.

નારંગી હીરો-નવેમ્બર 2013 માં ક્રિસ્ટી ઓકશન હાઉસ એ દુનિયા ના સૌથી મોટા નારંગી હીરા ની નીલામી કરી હતી.તે સમયે આ હીરો પ્રતિ કેરેટ સૌથી ઊંચી કિંમતે વેચાયો હતો.આ હીરો 15.6 કરોડ રૂપિયા પ્રતિ કેરેટ ના ભાવે વેચાયો હતો.

ગ્રાફ પિન્ક-27.78 કેરેટ ના ચમકદાર ગુલાબી રંગ ના આ હીરા ને અત્યાર સુધી માં મળેલ સૌથી મોટા હીરા માનો એક માનવામાં આવે છે.આને પ્રખ્યાત બ્રિટિયન ડીલર લૌરેંસ ગ્રાફ એ ખરીધ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here