ખૂબ જ ભયાનક છે આ ગામ ની કહાની,અહિયાં 100 વર્ષ થી લોકએ નથી ઉજવી હોળી

0
174

એવું કહેવાય છે કે હોળી ખુશીઓનો તહેવાર છે.આ મૌકા ઉપર લોકો એકબીજા ને ખુશીઓ વહેંચે છે.પરંતુ ભારત માં એક એવું પણ ગામ છે જ્યાં 100 વર્ષ થી લોકોએ હોળીઓ નથી ઉજવી.હોળી આવતા જ આ ગામ માં સન્નાટો થઈ જાય છે,જેમ કે કોઈ દુખદ ઘટના બની હોય.

આ ગામ નું નામ દુર્ગાપૂર છે,જે જ્ઞારખાંડ ના બોકારો માં આવે છે.એવું કહેવાય છે કે આ ગામ ના લોકો હોળી ઉપર રંગ થી નથી રમતા,કેમ કે તેમનું માનવું છે કે આવું કરવાથી ગામ માં ભયંકર મહામારી અને મુશ્કેલી આવી શકે છે.

એવું કહેવાય છે કે 9 હજાર ની વસ્તી વાળા આ ગામ માં લોકો તેના મરી ગયેલ રાજા ના આદેશો નું હજી પણ પાલન કરે છે અને ડર થી ડરીને રહે છે કે તેમણે રાજા ની આજ્ઞા ન માની તો તેમનું ભૂત ગામ માં આવીને વિનાશ કરશે.

આ ગામ માં એક કહાની પ્રચલિત છે.લોકો કહે છે કે 100 વર્ષ પહેલા દુર્ગાપુર નામ ના આ ગામ માં દુર્ગાપ્રસાદ નામ ના એક રાજા નું શાસન હતું.તેમને હોળી નો તહેવાર ખૂબ જ પસંદ હતો,પરંતુ એક વખતે હોળી ના દિવસે રાજા ના પુત્ર ની મૃત્યુ થઈ ગઈ.ત્યાર પછી થી જ્યારે પણ ગામ માં હોળી નો તહેવાર ઉજવવામાં આવતો હતો,તે કા તો સૂકો પડી જતો હતો કે મહામારી ફેલાઈ જતી હતી,જેમાં સેકડો લોકો મરી જતાં હતા.

મહામારી થી થાકી ને રાજા એ બધી પ્રજા ને હોળી નો તહેવાર ન મનાવવાનો આદેશ આપી દીધો.પરંતુ થોડા વર્ષો પછી ઇત્તેફાક થી તે રાજા ની મૃત્યુ થઈ ગયું.ત્યાર પછી થી જ અહિયાં હોળી નો તહેવાર ન મનાવવાની પરંપરા બની ગઈ,જે હજી સુધી ચાલી રહી છે.તેમનું માનવું છે કે જો રાજા ના આદેશ ને ન માન્યો તો તેમનું ભૂત ગામ માં આવીને વિનાશ સર્જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here