ડિજાયર એ અલ્ટો ને પાછળ છોડી,બની સૌથી વધુ વેચવા વાળી પેસેંજર કાર

0
189

મારુતિસૂજુકી ની નાની સેડાન,ડિજાયર વર્ષ 2018 ના એપ્રિલ-નવેમ્બર માં ઘરેલુ બજાર માં સૌથી વધુ વેચવા વાળી પેસેંજર કાર મોડલ રહ્યું.તેને વેચાવા ના મામલા માં કંપની ની અલ્ટો ને પાછળ છોડી દીધી છે.પેસેંજર વાહન શ્રેણી માં મારુતિ કાર નો જલવો જળવાઈ રહ્યો છે.સૌથી વધુ વેચાવા વાળા 10 મોડલ માં મારુતિ ની 7 કાર અને હ્યુડાઇ ના 3 કાર શામેલ છે.

ન્યુસ એજન્સી ભાષા મુજબ વાહન વિનિર્માતાઓના સંગઠન સિયામ ના આકડા મુજબ,મારુતિ એ એપ્રિલ-નવેમ્બર માં ડિજાયર ની 1,82,139 કાર વહેચી છે.એક વર્ષ પહેલા આ અવધિ માં તેણે 1,53,303 ડિજાયર કાર વહેચી હતી.કંપની ની નાની કાર અલ્ટો પેસેંજર કાર ના વેચાવા ના મામલે બીજા સ્થાન ઉપર છે.એપ્રિલ-નવેમ્બર 2018 દરમિયાન મારુતિ એ 1,69,343 અલ્ટો વેચી જ્યારે એક વર્ષ પહેલા આ અવધિ માં તેમણે 1,75,996 કાર વહેચી હતી.તે સમયે અલ્ટો સૌથી વધુ વહેચવા વાળું મોડલ રહ્યું હતું.

ત્રીજી સૌથી વધુ વહેચવા વાળી કાર સ્વીફ્ટ રહી.કંપની એ આ દરમિયાન 1,60,897 સ્વીફ્ટ વહેચી.એપ્રિલ-નવેમ્બર માં આ આકડા 1,15,192 વાહન રહ્યા.ચાલુ નાણાં વર્ષ ના પહેલા આઠ માહિનામાં મારુતિએ પોતાના પ્રીમિયમ હેચબેક કાર બલેનો ના 1,49,270 એકમો વેચ્યા હતા.બલેનો ચૌથા નંબર એ રહી.પાછલા વર્ષે આ અવધિ માં તેમણે 1,26,098 બલેનો વહેચી હતી.મારુતિ ની નાની એસયુવી વિટારા બ્રેજા વેચાવાનાં મામલા માં પાંચમા સ્થાન ઉપર રહી.કંપની એ એપ્રિલ-નવેમ્બર માં 1,09,247 વિટારા બ્રેજા વેચી.પાછલા વર્ષે આ જ અવધિ માં કંપની એ 1,00,370 એકમો વેચ્યા હતા.

વેગનઆર આ શ્રેણી માં છઠા સ્થાન ઉપર રહી.આ દરમિયાન કંપની એ 1,07,061 વેગનઆર કાર વેચી.પાછલા વર્ષે આ અવધિ માં તેમણે 1,14,425 એકમો વેચ્યા હતા.હ્યુડાઇ મોટર ઈન્ડિયા(એચએમઆઇએલ)ની પ્રીમિયમ હેચબેક એલિટ આઇ-20 ના એપ્રિલ-નવેમ્બર માં 92,817 એકમો વેચાયા.એલિટ આઇ-20 વેચાવાના મામલા માં સાતમા સ્થાન ઉપર છે.પાછલા વર્ષે એપ્રિલ-નવેમ્બર માં તેમણે 89,988 વાહન વેચ્યા હતા.હ્યુન્ડાઇ ની જ ગ્રાન્ડ આઇ10 આઠમા સ્થાન ઉપર રહી.આ દરમિયાન તેણે 88,016 આઇ10 કાર વહેચી,આ મુકાબલે પાછલા વર્ષે આ જ અવધિ માં તેણે 1,03,375 ગ્રાન્ડ આઇ10 વહેચી હતી.ત્યાં જ હ્યુન્ડાઇ ની એસયુવી ક્રેટા 84,701 એકમો ના વેચાણ સાથે નવમા નંબરે છે.એક વર્ષ પહેલા આ જ અવધિ માં કંપની એ 71,808 ક્રેટા વહેચી હતી.મારુતિ ની સિલેરીયો આ સૂચિ માં 10 માં સ્થાન ઉપર છે.એપ્રિલ-નવેમ્બર માં મારુતિ એ 70,079 સિલેરિયો વેચી,કે જે એક વર્ષ પહેલા આ જ અવધિ માં 66,682 એકમ વેચાણિ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here