ખૂબ જ સહેલા છે પનીર પતાકોબી પરોઠા બનાવવા

0
138

કેટલા લોકો માટે:5

સામગ્રી:

લોટ-1 કપ,મીઠું-અડધી ચમચી,પાણી જરૂરિયાત મુજબ,તેલ-1 ચમચી

ભરવા માટે:

પતાકોબી-1 કપ(બારીક કાપેલ),પનીર-1 કપ(કડૂકસ કરેલ),ડુંગળી-1(બારીક કાપેલ),શેકેલા જીરા પાઉડર-1 ચમચી,લીલી મીર્ચ(બારીક કાપેલ),લીલા ધાણા-અડધો કપ(બારીક કાપેલ),મીઠું-સ્વાદનુસાર,તેલ-સેકવા માટે

રીત:

એક કપમાં લોટ,મીઠું અને પાણી નાખીને બાંધી લો.બાંધેલા લોટ ઉપર 1 ચમચી તેલ નાખીને ફરી થી હલકો એવો લોટ બાંધી લો અને થોડી વાર સુધી ઢાંકી ને રાખી દો.ભરવા માટેનો મસાલો બનાવા માટે બાઉલ માં પતાકોબી,પનીર,ડુંગળી,જીરા પાઉડર,લીલી મીર્ચ અને લીલા ધાણા નાખીને સારી રીતે મિક્સ કરી લો.હવે લોટની ગોળી બનાવી લો.બે ગોળી લો અને રોટલી વણી લો.એક રોટલી માથે થોડો મસાલો નાખીને ફેલાવી દો અને ઉપર બીજી રોટલી રાખીને હલકા હાથે કિનારા ને દબાવી દો અને થોડી વણી લો.તવા ગર્મ કરો અને તેની ઉપર રોટલી મૂકીને બને સાઇડ ઉપર તેલ લગાવીને પલ્ટી ને સેકી લો.અને ગરમાગર્મ પીરસો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here