2020 સુધી માં બંધ થઈ શકે છે મારુતિ ની આ કાર,જાણો શું છે કારણ?

0
208

ભારત માં જલ્દી જ બીએસ-6 નિયમ લાગુ થવાનો છે.આજ કારણ છે કે લગભગ બધી કાર કંપનીઑનું વલણ હવે બીએસ-6 એંજિન વાળી કાર બનાવવા પર છે.મારુતિ સુઝુકી પણ આ દોડ માં શામેલ થઈ ગઈ છે.અટકળો લગાવવામાં આવે છે કે બીએસ-6 નિયમ લાગુ થાય પછી મારુતિ ના ઘણી કાર ના એંજિન હટાવી શકાય છે.એ પણ ચર્ચા છે કે સ્વીફ્ટ,બલેનો અને ડિજાયર ના ડીજલ વેરિયન્ટ નું પ્રોડક્શન બંધ કરી શકે છે.મારુતિ આ દિવસો બીએસ-6 માનકો વાળા નવા 1.5 લિટર ડીજલ એંજિન ઉપર કામ કરી રહી છે.આ એંજિન અર્ટિગા અને એસ-ક્રોસ માં આપી શકાય છે.

cardekho.com મુજબ,મારુતિ એ સંકેત આપ્યા છે કે બીએસ-6 ડીજલ કાર હાલ ની કાર થી લગભગ 1 થી 1.5 લાખ સુધી મોંઘી થશે.હાલ ની કાર ના પેટ્રોલ વેરિયન્ટ ના મુકાબલે આ 2.5 લાખ રૂપિયા સુધી મોંઘી થઈ જશે.કંપની નું માનવું છે કે વધુ મોંઘી હોવાને કારણે ગ્રાહક ડીજલ કાર થી દૂરી બનાવી શકે છે.આવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે કંપની 2020 સુધી નાની કાર ના ડીજલ વેરિયન્ટ નું પ્રોડક્શન બંધ કરી શકે છે.

મારુતિ ની અત્યારે સૌથી અફોડેબલ ડીજલ કાર સ્વીફ્ટ છે.સ્વીફ્ટ ડીજલ ની શરૂઆત ની કિંમત 5.99 લાખ રૂપિયા છે.સ્વીફ્ટ પેટ્રોલ ની શરૂઆત ની કિંમત 4.99 લાખ રૂપિયા છે.પેટ્રોલ અને ડીજલ વેરિયન્ટ વચ્ચે અત્યારે એક લાખ નું અંતર છે.બીએસ-6 લાગુ થાય પછી આની વચ્ચે નું અંતર 2.5 લાખ જેટલું થઈ જશે.

મારુતિ સ્વીફ્ટ પેટ્રોલ ના માયલેજ નો દાવો 22કિમી પ્રતિ લિટર અને ડીજલ વેરિયન્ટ ની માયલેજ 28.4કિમી પ્રતિ લિટર છે.20 ડિસેમ્બર 2018 એ પેટ્રોલ 70.63 રૂપિયા પ્રતિ લિટર અને ડીજલ 64.54 રૂપિયા પ્રતિ લિટર છે.જો તમે રોજે 75 કીમી કાર ચલાવો છો તો તમે ડીજલ કાર થી વર્ષે 26,000 બચાવી શકો છો.આવામાં ડીજલ કાર ના એકસ્ટ્રા એક લાખ રૂપિયા ને 5 વર્ષ માં કવર કરી શકો છો.આજ અંતર જો 2.5 લાખ રૂપિયા નું થઈ જાય છે તો આને કવર કરવામાં 10 વર્ષ લાગશે.સ્વીફ્ટ ની જેમ ડિજાયર અને બલેનો ના ડીજલ અને પેટ્રોલ વેરિયન્ટ માં પણ લગભગ એક-એક લાખ નું અંતર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here