ભારત ની સૌથી મોંઘી ટ્રેન માં 15 લાખ ની છે એક ટિકિટ,જોતાં રહી જશો ફોટા

0
300

ભારતીય રેલ્વે ની ઘણી ખાસિયત છે.ઇંડિયન રેલ્વે જે દુનિયા ના સૌથી મોટા નેટવર્ક માનું એક છે,ત્યાં જ આ એક એવી સંસ્થા છે કે જ્યાં દુનિયા ના સૌથી વધુ લોકો કામ કરે છે.જો તમે અત્યારે ઇંડિયન રેલ્વે દ્વારા ભારત દર્શન નો પ્લાન કરી રહ્યા છો,તો મહારાજ એક્સપ્રેસ તમારા માટે એક જોરદાર વિકલ્પ છે.મહારાજા એક્સપ્રેસ દુનિયા ની સૌથી મોંઘી ટ્રેનો માની એક છે.આ ટ્રેન એક ચાલતી-ફરતી ફાઇવ સ્ટાર હોટલ છે.આ ટ્રેન માં પ્રવાસ કોઈ શાહી સફર થી ઓછું નથી.પરંતુ મહારાજા એક્સપ્રેસ ની મજા લેવા માટે તમારે ખીચું થોડું ખાલી કરવું પડશે.આ ટ્રેન નું ભાડું 1 લાખ 50 હજાર રૂપિયા થી શરૂ થઈ ને લગભગ 15 લાખ રૂપિયા સુધી છે.ચાલો જાણીએ અંદર થી કેવી છે આ શાહી ટ્રેન અને શું છે આ ટ્રેન ની ખાસિયત.

મહારાજા એક્સપ્રેસ માં યાત્રા માટે લોકો ની પાસે પાંચ પ્રકાર ના પેકેજ મોજૂદ છે.ટ્રેન પેકેજ માં મોજૂદ સ્ટેશન પર ઊભી રહે છે,યાત્રી ત્યાં હરયા-ફર્યા પછી પાછા નક્કી કરેલ સમય ઉપર ટ્રેન પકડી લે છે.આજ રીતે આ હરતા-ફરતા ફાઇવ સ્ટાર હોટલ ઉપર સવાર થઈ ને પર્યટક પોતાનો પ્રવાસ પૂરો કરે છે.

આ ટ્રેન દિલ્લી કે મુંબઈ થી થઈને      આગ્રા,ફતેહપુર,સિકરી,ગ્વાલિયર,રણથંભોર,વારાણસી,લખનઉ,જયપુર,બીકાનેર,ખજુરાહો અને ઉદયપુર સ્ટેશન એ ઊભી રહે છે.ટ્રેન માં પ્રવાસ કરવા માટે ટિકિટ ની કિંમત 1,93,490 રૂપિયા થી શરૂ થઈને 15,75,830 રૂપિયા સુધી ની રાખવામા આવી છે.આ ટ્રેન માં 23 ડબ્બા છે અને 88 યાત્રી સફર કરી શકે છે.

ટ્રેન માં યાત્રીઑને સુવા માટે 14 કેબિન છે.દરેક કેબિન માં એક ફોન,એલસીડી ટીવી,ડીવીડી પ્લેયર,ઇન્ટરનેટ,ઈલેક્ટ્રોનિક લૉકર ની સાથે દરેક કેબિન માં બાથરૂમ ની સુવિધા છે.

ઇંડિયન રેલ્વે ની બીજી ટ્રેનોમાં પ્રવાસ કરવા વાળા યાત્રી કોઈ દિવસ કલ્પના પણ નથી કરી શકતા કે હંમેશા ભીડ અને ગંદકી માટે પ્રખ્યાત રહેલી કોઈ ટ્રેન અંદર થી આટલી સુંદર દેખાય શકે છે.આ ટ્રેન માં રાજા શાહી સજાવટ કરવામાં આવી છે.

 

આ ટ્રેન માં આગ્રા થી ઉદયપુર ફરવા વાળા વ્યક્તિ આખા 7 દિવસ સુધી ટ્રેન માં રહેશે.આ ટ્રેન પાટા ઉપર ચાલતું ફાઇવ સ્ટાર હોટલ છે.જ્યાં યાત્રી તેમની પસંદ નું ભારતીય તેમજ કોંટિનેંટલ ખાવાનું ખાઈ શકે છે.

ખાવા માટે ટ્રેન ની અંદર રીતસરનો એક ડબ્બો છે.આ દેખાવમાં એક રેસ્ટોરન્ટ જેવો લાગે છે.ખાસ વાત એ છે કે આ ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ,સરસ અને સોના અને ચાંદી ના વાસણ માં પીરસવામાં આવે છે.

આ ટ્રેન ને 2015 અને 2016 માં સેવન સ્ટાર લગઝરી એવાર્ડ મળી ચૂક્યો છે.આ ટ્રેન ને અંતરરાષ્ટ્રીય સ્ટાર ઉપર રોયલ સ્કોટમેન તથા ઈસ્ટર્ન એંડ ઓરિએંટલ એક્સપ્રેસ ટ્રેનો સાથે સરખાવમાં આવે છે.

મહારાજા ટ્રેન ની વિશે અને આના ભાડા વિશે વધુ માહિતી માટે તમે આ વેબસાઇટ  the-maharajas.comઉપર જઈ ને મેળવી શકો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here