સ્માર્ટ ફોન વિશે 8 ખોટી વાતો જેને તમે અને આપણે માનીએ છીએ સાચી

0
242

આપણાં માથી મોટાભાગ ના લોકો સ્માર્ટફોન નો ઉપયોગ કરી રહ્યા હશું.ઘણી વાર આપણાં કોઈ મિત્ર એ એ પણ કહ્યું હશે કે રાત્રે મોબાઇલ ને ચાર્જિંગ માં લગાવીને સૂવું જોઈએ નહીં,જેટલા વધુ મેગા પીક્સલ હશે તેટલો જ કેમેરો સારો હશે.આવીજ ઘણી બધી વાતો ને તમે સાચી માનીને તમે ઘણા લોકો ને જણાવી હશે.તો ચાલો આજે અમે તમને સ્માર્ટફોન વિશે ની 8 એવી અફવાહો વિશે જણાવીશું જેને તમે અને આપણે ઘણા વર્ષો થી સાચી માનતા આવીએ છીએ.

બેટરી

સ્માર્ટફોન ની બેટરી વિશે નીચે કરવામાં આવેલ બધા જ દાવા ખોટા છે.1.સ્માર્ટફોન ને ત્યારે જ ચાર્જ કરવો જોઈએ જ્યારે બેટરી આખી પૂરી થઈ જાય.2.પહેલી વાર સ્માર્ટફોન નો ઉપયોગ કરતાં પહેલા ફૂલ ચાર્જ કરી લો.3.વધુ એમએએચ ની બેટરી સારી હોય છે.

સ્માર્ટફોન નો કેમેરો

તમને ઘણા લોકો પાસે થી સાંભળ્યુ હશે કે ફલાણા ફોન નો કેમેરો જોરદાર છે,કેમ કે તેમાં 10,20,કે 47 મેગા પિક્સલ નો કેમેરો છે,જ્યારે સત્ય એ છે કે કેમેરા ની ફોટો ક્વાલિટી કેમેરા ના મેગા પિક્સલ ઉપર નિર્ભર કરતી નથી.સારા ફોટા માટે મેગા પિક્સલ ની સાથે સાથે અપચર જેવી વસ્તુ પણ જવાબદાર હોય છે.

બ્રાઇટનેસ

આજે બજાર માં લોન્ચ થવા વાળા લગભગ બધા સ્માર્ટફોન માં ઓટો બ્રાઇટનેસ નો વિકલ્પ મળે છે.ઓટો બ્રાઇટનેસ નો મતલબ જ્યારે તમે તડકા માં હશો તો ડિસ્પ્લે ની બ્રાઇટનેસ આપોઆપ જ વધી જશે.આમાં ઘણા લોકો નો એવો મત છે કે બ્રાઇટનેસ ઓટો મોડ પર રાખવાથી સ્માર્ટફોન ની બેટરી જલ્દી પૂરી થઈ જશે,જે તદ્દન ખોટું છે.

થર્ડ પાર્ટી એપ

ઘણી વાર તમે સંભાળ્યું હશે કે થર્ડ પાર્ટી એપ સ્ટોર થી ડાઉનલોડ કરવાથી ફોન માં વાઇરસ આવે છે.આ વાત સંપૂર્ણ સાચી નથી,કેમ કે ઘણી વાર ગૂગલ પ્લે-સ્ટોર થી એપ ડાઉનલોડ કરવાથી પણ મૈલવેયર આવે છે.આવામાં 9 એપ્સ જેવા સ્ટોર થી એપ ડાઉનલોડ કરવા માટે વિચારવાની જરૂર નથી.

આખી રાત ચાર્જિંગ

ઘણા લોકો પાસે થી તમે સંભાળ્યું હશે કે સ્માર્ટફોન ને આખી રાત ચાર્જિંગ માં મૂકવો જોઈએ નહીં.આવું કરવાથી ફોન ની બેટરી ખરાબ થઈ જાય છે,જ્યારે સાચું એ છે કે ફૂલ ચાર્જ થયા પછી ચાર્જર કરંટ જ લેતો નથી.આમાં પરેશાન થવાની જરૂર નથી.

બેકગ્રાઉંડ એપ

ઘણા લોકો નું માનવું છે કે ફોન ના બૅકગ્રાઉન્ડ માં ચાલી રહ્યા એપ બંધ કરી દેવા જોઈએ,નહિતર બેટરી જલ્દી પૂરી થાય છે ને ફોન હેંગ પણ થાય છે.આ વાત ને લઈને પરેશાન થવાની જરૂર નથી અને ન તો બૅકગ્રાઉન્ડ માં ચાલી રહ્યા એપ ને બંધ કરવાની જરૂર છે.તમને જણાવી દઈએ કે જો કોઈ એપ બૅકગ્રાઉન્ડ માં ચાલી રહ્યો છે તો તે ઝડપ થી ખુલશે અને આનાથી તમારો ફોન હેંગ થવાની પ્રોબ્લેમ આવશે નહીં.

ચાર્જર

તમને ઘણા લોકો એ સલાહ આપી હશે કે ફોન ની સાથે મળેલા ચાર્જર થી જ ફોન ચાર્જ કરો.કોઈ બીજી કંપની ના ચાર્જર નો ઉપયોગ ના કરો.આ વાત સંપૂર્ણ નિરાધાર છે.તમે બીજી કંપની ના ચાર્જર થી પણ તમારા ફોન ને ચાર્જ કરી શકો છે,પરંતુ એ વાત ની ધ્યાન રાખો કે બીજી કંપની ના ચાર્જર ની ક્ષમતા તમારા કંપની ના ચાર્જર જેટલી જ હોય.

સિગ્નલ

ફોન માં દેખાતા નેટવર્ક ના સિગ્નલ ને લઈને પણ ઘણા લોકો ની રાય છે કે જેટલા સિગ્નલ દેખાય છે,નેટવર્ક તેટલું જ સારું છે,જ્યારે સત્ય કઈક બીજું છે.સિગ્નલ ની ક્વોલિટી ડેસીબલ ઉપર નિર્ભર છે.ઘણી વાર તમે જોયું હશે કે 1 સિંગલ હોવા છતાં આરામ થી વાત થઈ જાય છે અને 5 સિગ્નલ હોવા છતાં ફોન કપાઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here