દિવાળી ઉપર બની રહ્યા છે શુભ સંયોગ,આ પુજા થી મળશે માં લક્ષ્મી ના આશીર્વાદ

0
221

દિવાળી નો પાવન તહેવાર કાર્તિક મહિના ની આમવસ્યા તિથી એ મનાવવામાં આવે છે.જ્યોતિષ માં સૂર્ય ની સ્થિતિ તુલા રાશિ માં હોવાને અને અમાસ હોવાને કારણે સારી માનવામાં આવતી નથી,કાર્તિક માં જન્મેલ બાળકો માટે વિશેષ રૂપ થી કાર્તિક દોષ શાંતિ કરાવવામાં આવે છે.પરંતુ આ વખતે દીવાઓ નો સૌથી મોટો તહેવાર દિવાળી 7 નવેમ્બર દિવસે મનાવવામાં આવશે,કે જે બધા પ્રકારે શુભ છે.આ દિવસે ચંદ્ર તુલા રાશિ માં રહેશે, જે ખુબજ શુભ છે.આયુષ્માન યોગ ની ઉપરાંત સૌભાગ્ય યોગ બનેલ છે.સ્વાતિ નક્ષત્ર 7:37 વાગ્યા સુધી છે,તેની ઉપરાંત વિશાખા નક્ષત્ર રહેશે કે જે કલ્યાણકારી યોગ છે.

શુભ મુહૂર્ત

આ વખતે દિવાળી એ 5:57 થી 7:53 વાગ્યા સુધી નો સમય વૃષ્ભ લગ્ન હોવાના કારણે શુભ છે.

દિવસે 1:39 થી લઈને 3:04 વાગ્યા સુધી કુંભ લગ્ન છે,કે જે વ્યાપારિક અને વ્યવસાયિક સ્થળે પૂજન માટે શુભ છે.

રાતે 12:30 થી લઈને 2:51 વાગ્યા સુધી સિંહ લગ્ન હોવાને કારણે આ સમય એ લોકો માટે કલ્યાણકારી છે,જે મંત્ર જાપ કે પુજા કરે છે.

પૂજન વિધિ

સૌથી પહેલા માતા લક્ષ્મી અને ગણપતિ ભગવાન ની મુર્તિ ને સ્થાપિત કરો.ધ્યાન રાખો કે સૌ પ્રથમ શ્રી ગણેશજી ની પુજા થવી જોઈએ.તેથી સૌથી પહેલા ગણેશજી ને પંચામૃત કરવો,કુમકુમ અથવા કેસર થી ફૂલ નો હાર પહેરવો,વસ્ત્ર સમર્પિત કરો અને જનેઉ પહેરવો.

તેની પછી માં લક્ષ્મી ને સુંદર વસ્ત્ર થી સજાવીને ઘરેણાં પહેરવો,ઈતર લગાવો અને કેસર-કુમકુમ નું તિલક કરો.ત્યાર પછી તેની આગળ એક મોટો ચૌમુખ દુવિ ગાય ના છાણ ઉપર રાખીને પ્રગટાવો.ગાય ના છાણ ઉપર સિંદુર અને અક્ષત લગાવો.ત્યાર પછી સોળ દીવા પ્રગટાવો,કે જે ચંદ્ર ની સોળ કળાઓ કે સોળ માતૃકા ને સમર્પિત કરવામાં આવે છે.સૌથી પહેલા ગણેશજી ની સ્તુતિ કરો.ત્યાર પછી માં લક્ષ્મી નું પૂજન કરો અને કનકધારા સ્ત્રોત ના પાઠ કરો.પાન,મિષ્ટાન,ફળ અને ભોગ ચઢાવો અને માતા ને પ્રણામ કરીને આખા ઘર માં દીવા સજાવો.

વિશેષ મંત્ર

પુજા ના સમયે”હીં શ્રી લક્ષ્મીભ્યો નમ:” નું માનસિક જાપ કરતાં રહો અને પોતાનાથી મોટા ના પગે લાગીને પ્રણામ કરો અને જે દૂર છે તેને પણ પ્રણામ કરો.આગલા દિવસે સવારે સુકેલ છાણ લો અને લાલ કપડાં માં બાંધી ને રસોડા માં રાખી દો.આ પૂજન થી આખું વર્ષ તમારી ઉપર માં લક્ષ્મી ની કૃપા બની રહેશે.

આ વાતો નું રાખો વિશેષ ધ્યાન

દિવાળીના દિવસે આખા ઘર ને સાફ જરૂર કરો.સ્થાન ની પવિત્રતા ની સાથે મન ની પવિત્રતા પણ બનાવી રાખો.કોઈ ના પ્રતિ કોઈ દ્વેષ ન રાખો.આ પાવન દિવસે સફાઈ પર વિશેષ ધ્યાન રાખો.તમારા પુરોહિત કે બ્રાહ્મણ કે પોતાના ગુરુ ને પ્રણામ કારી આશીર્વાદ લો અને દાન રૂપે કઈ ને કઈ જરૂર આપો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here