શોઈબ-સાનિયા ને આ ભારતીય ક્રિકેટરે પૂછ્યું,’છોકરો ક્રિકેટર બનશે કે ટેનિસ પ્લેયર ‘,મળ્યો આ જવાબ

0
215

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા ના જીવન માં મંગલવારે સૌથી મોટી ખુશી આવી જ્યારે તેમણે બાળક ને જન્મ આપ્યો.સાનિયા ના પતિ પાકિસ્તાન ના અનુભવી ક્રિકેટર શોઈબ મલિકે ટ્વિટર દ્વારા ફેન્સ ને આ ખુશ ખબર આપી.તેમણે સાથે એ પણ જણાવ્યુ કે પુત્ર અને મા બને સ્વસ્થ છે.

તેની જ સાથે શોઈબ-સાનિયા ને ટ્વિટર ઉપર બધી બાજુ થી બધાઇ મળી રહી છે,પરંતુ આ બધા ની વચ્ચે સૌથી ખાસ ટ્વિટ ટિમ ઈન્ડિયા ના ક્રિકેટર અને સ્પિન બોલર પ્રજ્ઞાન ઓજા એ કર્યું.ઓજા એ સાનિયા-શોઈબ ને બધાઇ દેતા જાહેર માં એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન પૂછી લીધો.

ઓજા એ પોતાના ટ્વિટ માં લખ્યું ,’બેબી બોય થવા પર સાનિયા-શોઈબ ને અભિનંદન…હવે શું તમે જણાવી શકો છો કે અમને એક ક્રિકેટર મળવાનો છે કે ટેનિસ પ્લેયર?’

પાકિસ્તાની ક્રિકેટ ટિમ ના ઓલરાઉન્ડર શોઈબ માલિક એ ઓજા ના ટ્વિટ નો જવાબ આપતા કહ્યું કે તેમનો પુત્ર ક્રિકેટર અને ટેનિસ પ્લેયર બને બનશે .સાથે જ તેમણે ઓજા ને તેમના અભિનંદન આપવા બદલ આભાર કહ્યું.

જણાવી દઈએ કે સાનિયા અને શોઈબ એ પોતાના પુત્ર નું નામ ઈજહાન મિર્જા માલિક રાખ્યું છે.એવી માહિતી મળી છે કે પહેલું નામ એટ્લે કે ખુદા ની ભેટ હોય છે અને માતા-પિતા નું પણ એ જ માનવું છે કે તેનો પુત્ર ખુદા ની ભેટ જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here