સ્ટેચ્યુ ઓફ યુનિટી:180 કિમી/કલાક ની હવાઓ ને સહી શકે છે આ પ્રતિમા,જાણો તેના વિશે ની 15 ખાસ વાતો

0
254

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ ભાઈ પટેલ ના સન્માન માં સ્ટેચ્યુ ઓફ યુનિટી 33 મહિના માં બની ને તૈયાર થઈ ગઈ.દુનિયા ની આ સૌથી મોટી મુર્તિ નું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી મોદી 31 ઓક્ટોમ્બર એ કર્યું .

1.69 ગામ ના ખેડૂતોએ મૂર્તિ માટે લોખંડ નું દાન કર્યું છે.આમાં 135 મેટ્રિક ટન લોખંડ નું દાન મળ્યું,જેનો આમાં
ઉપયોગ થયો.

128 મીટર ઊચું સ્પ્રિંગ ટેમ્પલ ની બુદ્ધ પ્રતિમા અત્યાર સુધી દુનિયા ની સૌથી ઊચી મુર્તિ હતી.

11 વર્ષ ના અથક પ્રયાસ થી બુદ્ધ ની પ્રતિમા બની હતી,જ્યારે આ તેના એક તિહાઈ સમય માં બન્યું.

6.5 રેક્ટર ના ભૂકંપ આવવાથી પણ મુર્તિ ની સ્થિરતા જળવાઈ રહેશે.

180 કિમી પ્રતિ કલાક ની ઝડપ થી ચાલવા વળી હવા ને સહી શકે છે.

1999 માં પદ્મશ્રી થી સન્માનીત સુતાર એ મુર્તિ ની ડીજાઇન કરી છે.તેમણે 50 થી વધુ સ્મારકો નું નિર્માણ કર્યું છે.તેમણે 1959 માં સ્થાપિત ભાખડા નાગલ બાંધ ની પાસે 50 ફૂટ નું સ્મારક બનાવ્યું હતું.

મૂર્તિકાર રામવનજી સુતાર એ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ઘણા ડીજાઇન બનાવ્યા છે.પસંદ કરેલ ડીજાઇન નું પ્રારૂપ બનાવ્યું છે,જેની ઊંચાઈ લગભગ 30 ફૂટ છે.

3.5 કિલોમીટર ની દૂરી એ નર્મદા નદી પર બનેલ સરદાર સરોવર બાંધ છે.

153 મીટર ની ઊંચાઈ સુધી જઈ શકશે પર્યટ્ક,12 કિલોમીટર દૂર સુધી જોઈ શકશે.

200 લોકો એક સાથે મુર્તિ ના ઉપરી ભાગમાં બનેલ ગેલેરીમાં જઈ શકશે.

આ મુર્તિ ના નિર્માણ કાર્ય માં 989 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

18 હજાર 500 ટન લોખંડ પાયા માં અને 6500 ટન લોખંડ મુર્તિ ના ઢાંચા માં લાગ્યું છે.

17 સૌ ટન કાંસા નો ઉપયોગ મુર્તિ માં,જ્યારે 1,850 ટન કાંસું બહાર ના ભાગ માં લગાવવામાં આવ્યું છે.

1 લાખ 80 હજાર ટન સીમેંટ કોંક્રીટ નો ઉપયોગ નિર્માણ માં કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here