ધર્મ જ નહીં સારા સ્વાસ્થ્ય માટે પણ કરવામાં આવે છે યજ્ઞ,જાણો તેના ફાયદા

0
349

યજ્ઞ ની ગરિમા કાયમ રાખવા માટે વર્ષો થી અધ્યયન અને અનુસંધાન ના જે પ્ર્યત્ન થઈ રહ્યા છે,તેનું નિષ્કર્ષ વિલક્ષણ છે.આ દિશામાં રોગ ના ઉપચાર ના પરિણામો થી પ્રભાવિત અને પ્રેરિત થઈ ને યજ્ઞપૈથી ના નામ થી એક નવી ચિકિત્સા પદ્ધતિ કે કોઈ સમયે પ્રચલિત યજ્ઞ ચિકિત્સા નો ઉન્મેષ જ થઈ રહ્યો હતો.આયુર્વેદ અને શાસ્ત્રો માં જે રોગ ની જે ઓષધિ જ્ણાવામાં આવી છે,તેને લેતા જ સમિધાઓ ની સાથે નિયમિત રૂપ થી હવન કરવામાં આવે છે,તો ઓછા સમય માં વધુ લાભ મળે છે.

યજ્ઞ નું મહત્વ
યજ્ઞ ચિકિત્સા નો મૂળ સિદ્ધાંત એ છે કે સ્થૂલ ની જગ્યાએ સૂક્ષ્મ થઈ રહી વસ્તુઓ કે ઓષધિઑ વધુ અસરદાર હોય છે.વિશિષ્ટ મંત્રો ની સાથે જ્યારે ઓષધિ યુક્ત સામગ્રી થી હવન કરવામાં આવે છે તો તે હવન નો ધૂવાડો રોમ છિદ્રો અને નાસિકા થી શરીર માં પ્રવેશ કરે છે અને રોગ ને મૂળ થી કાપવા લાગે છે.આરોગ્ય થવા માટે જે યજ્ઞ કરવામાં આવે છે,તેને ભૈષા યજ્ઞ કહે છે.યજ્ઞ ના સંચાલક વિદ્વાન મર્મજ્ઞ બ્રહ્મા હોય છે.બ્રહ્મા એટલે કે કોઈ ચાર મોઢા વાળા વિષ્ણુ ની નાભી માથી નીકળી કમળ ઉપર બેઠેલ દેવતા નહીં.બ્રહ્મા નો મતલબ તે વિદ્ધાન સાધુ ,જે યજ્ઞ વિધિ નું સૂક્ષ્મ પરીક્ષણ કરી જાણી લેતા હતા કે હવા અને આકાશ માં શું વિકાર આવી રહ્યો છે,તેનાથી ક્યાં રોગ ફેલાઈ શકે છે,તેના માટે કઈ વનૌષધિઑ ના હવન નું આયોજન થાય છે.

યજ્ઞ થી સ્વાસ્થય માં થાય છે સુધાર
રોગી ના શરીર માં કઈ બીમારી વધી છે,ક્યાં તત્વ ઘટી કે વધી ગયા છે? તેની પૂર્તિ અને શરીર ના સંતુલન ને સાધવા માટે ક્યાં ઓષધિ ની આહુતિ દેવી જોઈએ?આ રીતે ના વિવેક વિવેચન થી આહુતિઓ અપાવીને હવન કરાવવામાં આવે છે.ભાવપ્રકાશ,નિધંટુ અને અન્ય આયુર્વેદિક ગ્રંથો માં યજ્ઞ ચિકિત્સા માં પ્ર્યુક્ત થવા વળી જે ઓષધિઑ ને પ્ર્મુખતા આપવામાં આવી છે,તેમાં અગર,તગર,ગુગ્ગૂલ,બ્રાહ્મી,મોટી એલચી,પુનર્નવા,નાગકેસર,ચંદન,કપૂર,દેવદાર અને મોથા વગેરે મુખ્ય છે.બધી જ ઓષધિ સમાન માત્ર માં લેવામાં આવે છે.આને પીસી ને તેના દસમા ભાગ ની બરાબર ખાંડ અને તેટલુ જ ઘી મેળવીને હવન કરવાથી શારીરિક તેમજ માનસિક સ્વાસ્થય માં લાભ મળે છે.વૈજ્ઞાનિકો ના પરીક્ષણ દ્વારા પણ હવે આ સિદ્ધ થઈ ગયું છે.જરૂર મુજબ દિવસ માં ત્રણ-ચાર વખત આને રાત્રે એક-બે વાર કોઈ પાત્ર માં અગ્નિ રાખીને થોડી એવી ઓષધિય હવન સામગ્રી થોડી વાર માટે રોગી ની નજીક ધૂપ ની જેમ રાખી શકાય છે.હવન કરતી વખતે તૈયાર ઓષધિઑ માં 10 મો ભાગ શર્કરા તેમજ દસમો ભાગ ધૃત નાખવું જોઈએ.કોઈ ઓષધિ તેમજ વસ્તુ વધુ મોંઘી હોય અથવા ન મળી રહી હોય,તો તેની પૂર્તિ અન્ય બીજી ઓષધિઓ ની માત્ર વધારીને કરી શકાય છે.

યજ્ઞ માં ગાયત્રી મંત્ર નું મહત્વ
શાસ્ત્રો માં સૂર્ય ને સ્વાસ્થય નું કેન્દ્ર માનવમાં આવે છે.સૂર્ય માં રોગ-નિવારણ ની અદ્ભુત શક્તિ હોય છે.નિરોગતા,બલિષ્ઠતા તેમજ દીર્ઘઆયુ માટે શ્રી સૂર્ય ગાયત્રી મંત્ર નો જાપ કરી શકાય છે. ઊંડો વૈજ્ઞાનિક અભ્યાસ-અનુસંધાન ના આધાર ઉપર જાણવા મળ્યું છે કે જે ઓષધીઓ આયુર્વેદ માં જે રોગો માટે ગુણકારી માનવમાં આવે છે,તેને હવન સામગ્રી ના રૂપે ધૃત અને ખાંડ ભેગી કરીને શ્રી સૂર્ય ગાયત્રી મંત્ર ની સાથે રોગી ની બાજુમાં હવન કરવાથી રોગી ને વધુ લાભ થાય છે. યજ્ઞપચાર પ્ર્ક્રિયા માં રોગ અનુસાર ગાયત્રી મહામંત્ર તથા તેની સાથે સંબંધિત ચૌવીસ ગાયત્રી મંત્રો દ્વારા હવન કરવામાં આવે છે.યજ્ઞ ચિકિત્સા કરતાં સમયે તેજ ઓષધીઓને ચૂર્ણ ના રૂપ માં સવાર-સાંજે એક ચમચી લેવાથી લાભ થાય છે. હવન પછી પાસે રાખેલ પાણી માં દુર્વા,કુશ અથવા પુષ્પ ડુબાળી ગાયત્રી મંત્ર વાંચતાં-વાંચતાં રોગી ઉપર અભિસિંચન કરવું જોઈએ. સાથે જ યજ્ઞ ની રાખ કપાળ,હદય,ગળે,પેટે,નાભી તથા બને હાથ
પર લગાવવું જોઈએ. આજ રીતે ધૃતપાત્ર માં જે ધૃત બચેલ હોય,તેમાથી થોડા ટીપાં લઈને રોગી ના કપાળ તેમજ હદય ઉપર લગાવવું જોઈએ. સામાન્યત: એવું જોવામાં આવ્યું છે કે આ પ્રયોગો થી રોગી ને લાભ મળે છે. આનો પ્રભાવ રોગી ના શારીરિક તેમ જ માનસિક બને ક્ષેત્ર માં પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here