સગાઈ પછી તરત જ રિલાયન્સ ની મિટિંગ માં જોવા મળી શ્લોકા ,લગ્ન પહેલા શરૂ થઈ નવી

0
879

મુકેશ અંબાણિ એ ગુરુવાર ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ની વાર્ષિક મિટિંગ ને સંબોધિત કરી હતી . એક બાજુ મુકેશ અંબાણીએ જીઓને લઈને ઘણા મોટા એલાન કર્યા . બીજી બાજુ તેમના પુત્ર આકાશ અંબાણી તેમની મંગેતર શ્લોકા ને લઈને આ બેઠકમાં પહોંચ્યા હતા .

ઑડિઓન્સમાં બેઠેલા શ્લોકા અને આકાશના ફોટો સામે આવ્યા છે. એવું અનુમાન લાગવામાં આવી રહ્યું છે કે શ્લોકો લગ્ન પછી અંબાણી કુટુંબનો વ્યવસાય સંભાળી શકે છે .આપને જણાવી દઈએ કે જીઓ નો પૂર્ણ પ્રોજક્ટ ઇશા અને આકાશ જ સાંભળે છે. મીટિંગ માં ઇશા પણ હાજર રહી હતી.

30 જુન ના રોજ આકાશ અને શ્લોકા ની સગાઈ થઈ હતી . આ અવસરે અંબાણી કુટુંબએ તેમના ઘર એન્ટિલીયામાં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. સગાઈ પર શ્લોકા એ વ્હાઇટ કલરનો લાહંગા પહેર્યો હતો. બીજી તરફ આકાશ મરૂન કલર ની શારેવાનીમાં નજર આવ્યો હતો .

પાર્ટીમાં બોલિવૂડના ઘણા મહાન કલાકારો ઉપરાંત રાજનેતાઓ અને બિઝનેસ ટાઇકૉન પણ સામેલ થયા હતા. શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, સચિન તેંડુલકર, પરિણીતી ચોપડા, શ્રદ્ધા કપૂર, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન જેવા મોટા સ્ટાર્સ હાજર હાજર રહ્યા હતા .

સગાઈના પ્રસંગે, આકાશના માતા, નીતા અંબાણીએ ‘ઓ સુભારંભ’ ગીત પર શાસ્ત્રીય નૃત્ય કર્યું હતું.તો , ઇશા અંબાણીએ ભાઈની સગાઈની ખુશીમાં ‘ઘુમર’ ગીત પર ડાંસ કર્યો હતો . ઇશા અને નીતા ના ડાંસ વીડિયો સોશિયલ મીડિયા માં પર ખૂબ જ વાયરલ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here